________________
૩૨૮
ઉપમિતિ કથા સદ્ધાર
ખરીદ કરી લીધું છે. જે કે તું નિસ્પૃહ છે, તને કેઈ જાતની લાલસા નથી, છતાં હું શું પ્રત્યુપકાર કરૂં એ જણાવ !
આ પ્રમાણે કહી રત્નચૂડ વિદ્યાધરે એક ભાસ્વર રત્ન કાઢયું. એ રત્નની તિ આગળ સૂર્યને પ્રકાશ પણ ઝાંખો અને નિસ્તેજ જણાતું હતું. રત્ન જેવું અસાધારણ હતું, એના રંગે પણ એવા જ અસાધારણ હતા. એમાંથી સફેદ, લાલ, લીલા, પીળા, કાળા વિગેરે અનેક રંગેની પ્રભા નીકળતી હતી. સામેની બાજુએ ઈન્દ્રધનુષની જેમ એની કિરણાવલી આકાર પામતી હતી. એ રત્નને મૂળ રંગ કયે એવો નિર્ણય કર અતિ મુશ્કેલ હતું.
ભાઈ વિમળ ! આ “સુમેચક” રત્ન છે. ઘણા વખત પહેલાં એક દેવ મારા ઉપર પ્રસન્ન બનેલા, એણે આ રત્ન મને આપ્યું છે. આ રત્ન રેગોને નાશ કરી શકે છે, દારિદ્રયને દૂર કરી શકે છે. દુર્ભાગ્યને દફનાવી શકે છે. બીજા નાના મોટા અનેક ઉપદ્રવને દૂર કરવામાં ઘણું ઉપયોગી છે. પ્રાણીઓની કઈ પણ આપત્તિ સહેલાઈથી દૂર કરી શકે તેમ છે.
આ રત્નમાં એવી વિશિષ્ટતા છે કે આ વિશ્વમાં એ કઈ પદાર્થ નથી કે જેની ઈચ્છા આ રત્ન પૂરી ના કરે. બીજા શબ્દોમાં કહીએ તે આ રત્ન ચિંતામણિ રત્ન જેવું છે.
બધુ વિમળ ! આ રત્ન ગ્રહણ કરે. આપ એટલે મારા ઉપર જરૂર અનુગ્રહ કરશે. મને નિરાશ નહિ કરે. કારણ કે મહાત્મા પુરૂષ પારકા ઉપર અનુગ્રહ કરવામાં આગ્રહી હોય