________________
રત્નચૂડ
૩૭
પૂર્વક આવી રહ્યો હતે. એને જોતાં જ મારા મનમાં અનેક વિચારે ઘોળાવા લાગ્યા. મારું મન શંકાશીલ બની ગયું.
અરે ! મારી પ્રિયતમા ચપળના જોવામાં નહિ આવી હેય? ચપળે વિષય સુખની માગણી કરી હશે અને ચૂતમંજરીએ ના પાડી હશે તેથી ગુસ્સે બનીને મારી તે નહિ નાખી હોય? મારી પ્રિયતમાને જીવતી જોઈ હોય અને ચપળ આ રીતે આવે એ કેમ બને ?
ચોકકસ ચૂતમંજરીને મારી નાખવામાં આવી હશે. આ દેવ! પ્રિયતમા વગર મારે શું કરવું? હું તરેહ તરેહની આવી શંકાઓ કરતો હતો, ત્યાં ચપળ મારી પાસે આવી પહોંચ્યો. એની સાથે પણ મારૂં ભીષણ યુદ્ધ થયું. જેવા અચળના બુરા બેહાલ થયા, તેવા જ ચપળના પણ બુરા બેહાલ થયા.
અચળ અને ચપળને યુદ્ધમાં નિતીને અનેક જાતની શંકા કુશંકા કરતે, નેહાળ પ્રિયતમાની કુશળતા ઈચ્છતે અધીર મનવાળે હું અહીં આવી પહોંચ્યો. સ્નેહમૂતિ સમી પ્રિય તમાને સુરક્ષિત જોઈ મારા હૈયામાં શાંતિ થઈ. નયને આનંદથી ડોલી ઉઠ્યા.
પ્રિયતમાએ તમારી વાત જણાવી અને તમે કઈ રીતે બચાવ કર્યો એ જાણુને મારું મન પૂર્ણ સ્વસ્થ બન્યું. અમૂલ્ય રત્ન અપણ:
ભદ્ર વિમળ ! તેં મારી પ્રિયતમાનું રક્ષણ કરીને મહાન ઉપકાર કર્યો છે. તેં મારા ઉપર પ્રથમ ઉપકાર કરીને મને