________________
રત્નચૂડ
૩૨૫
ચરની ગોઠવણ કરી દીધી. મુખર ઘણે કાબેલ વ્યક્તિ હતા, એ આજે સવારે મારી પાસે આવ્યું હતું. એણે મને જણાવ્યું.
દેવ! અચળ અને ચપળ આજે આવ્યા છે. એમણે કાલી” નામની વિદ્યા સિદ્ધ કરી છે. વિદ્યા સિદ્ધ કરવામાં એમને ઘણે સમય લાગ્યું. આજે આવતાની સાથે એમણે મંત્રણા ચલાવી નિર્ણય કર્યો છે કે એક જણે રત્નચૂડ સાથે યુદ્ધ કરવું અને બીજાએ ચૂતમંજરીને ઉપાડી ચાલતાં થવું. આ વિષયમાં આપને યોગ્ય લાગે તે કરે.
મુખરની વાત સાંભળી મને વિચાર થયે, કે અચળ અને ચપળ ભલે વિદ્યાસિદ્ધ થયા, હું ધારું તે એમને બંનેને યમધામ પહોંચાડી શકું તેમ છું. મારા માટે એ જરાય મુકેલ નથી.
પરન્તુ મારા માસીજીના દિકરા થાય છે, એટલે મારવા ગ્ય નથી. વળી અપયશ અને દયાધર્મને નાશ થાય. અચળ અને ચપળ દુષ્ટ સ્વભાવ અને દુષ્ટ વિચારના છે. એ લેકે કયું અકાર્ય ન કરે એ કાંઈ કહી શકાય નહિ.
છલ કપટના બળે આ ચૂતમંજરીને ઉપાડી જાય અને પાછી મુકી દે તે પણ મારી હલકાઈ ગણાય. મારી નાખે તે પ્રિયતમાને વિગ સહ પડે. એક નિર્દોષ બાળાના પ્રાણે જાય.
વળી હાલમાં મારે એ કેઈ સહાયક નથી કે જે હું અચક કે ચપળ સાથે યુદ્ધ કરૂં ત્યારે મારી પ્રિયતમાનું સંર. ક્ષણ કરે. સહાયક શુદ્ધ હૃદયી અને બળવાન જોઈએ.