________________
૩૨૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
બન્યા હતા. એના ઉપદેશથી હું અને મારા માત-તાત પણ જૈનધર્મને ઉપાસના કરતા હતા. ચંદન તરફથી જ અમને ધર્મજ્ઞાન મળ્યું.
એક દિવસે સિદ્ધપુત્ર શ્રી ચંદને પિતાના જોતિષાદિ શાસ્ત્રના બળે મામા રત્નશેખરને કહ્યું કે આ તમારે ભાણેજ ઘણું પુણ્ય લક્ષણેથી યુક્ત છે. આ છોકરે જરૂર થોડા સમય પછી વિદ્યાધર ચકવર્તી થશે. અચળ અને ચપળના શ્રેષનું કારણ:
સિદ્ધપુત્ર શ્રી ચંદનની વાત સાંભળી મારા મામા રત્નશેખર ઘણા ખુશી થયા. અમે બંને એક જ ધર્મની આરાધના કરતા હતા વળી સામુદ્રિક લક્ષણેથી હું હતે એમ માની પિતાની આ ગુણવતી સુપુત્રી ચૂતમંજરી મને આપી. અમે અંતરના પ્રેમથી લગ્નગ્રંથીથી જોડાયા.
મારી સાથે ચૂતમંજરીના લગ્ન થયા છે એ વાતથી અચળ અને ચપળ ઘણુ ગુસ્સે ભરાણા. કેઈ પણ યુક્તિ પ્રયુક્તિથી ચૂતમંજરીને ઉઠાવી જવાને એમણે નિર્ણય કર્યો. મારા દૂષણ જેવા લાગ્યા. ચૂતમંજરીને ઉઠાવી જવાને લાગ જેવા લાગ્યા.
મને એ વાતની જાણ થઈ. મારું ખૂન ન થઈ જાય એટલે હું ચેતીને રહેવા લાગ્યો. અચળ અને ચપળની હીલચાલ ઉપર દેખરેખ રાખવા લાગ્યા. એ માટે “સુખર” નામના
૧. વિમલકુમારે વામદેવને આ વાત કહેલી. માટીમાં પગના ચિન્હ જોઈ એ લક્ષણે જણાવતે હતો.