________________
ઉપમિતિ કથા સારાદ્વાર
તમે દુષ્ટના કુંઢામાંથી મારી પ્રિયતમાને મચાવી છે, એને સ'રક્ષણ આપ્યું છે, તેથી હું આપના એક તુચ્છ કિંકર છુ. આપને જે કાંઇ કાર્યાં હોય તે મને જણાવે,આપનું પ્રિય કાર્ય મને બતાવા, હું એ કરી આપવા તૈયાર છું.
૩૩
વિમળકુમારે કહ્યું, ભદ્રે ! આમ ઉતાવળા શું થાશે છે ? આભાર માનવાની શું આવશ્યકતા છે? તમારી પ્રિયતમાનું રક્ષણ કરનાર અમે કેાણુ છીએ ? અમારૂં એ ગજું નથી. ભાઇ ! તમારા પેાતાના જ પવિત્ર પ્રભાવથી તમારી પ્રિયતમાનું રક્ષણ થયું છે.
પરન્તુ એકવાતનું મને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે, જાણુવાની ઉત્કંઠા થઈ રહી છે, તે કુમાર અમને જરૂર કહેશે. આપ કાણુ છે ? યુદ્ધ માટે આવેલા પેલાએ કાણુ હતા ? એની પાછળ ગયા પછી શું બન્યું ? કાંઈ ગુપ્તતા ન હેાય તા જણાવેા.
આપે વાત સાંભળવી હેાય તે આપણે અહીં શાંતિથી બેસવુ જોઇશે. આ પ્રમાણે સુલક્ષણા પુરૂષે જણાવ્યું એટલે અમે બધા લતાગૃહમાં વાત સાંભળવા શાંતિથી બેસી ગયાં,
રત્નચૂડની આત્મકથા :
વિમળકુમારની, મારી અને સુભગા સ્ત્રીની હાજરીમાં વિજયમાળાને વરી આવેલે યુવક પેાતાની કથા કહે છે.
શરૠ ઋતુના શાંત અને નિર્મળ ચ'દ્રના કિરણાની યાતિ સમુહ જેવા શ્વેત રૂપાના બનેલા “વૈતાઢ્ય ” પર્યંત છે. એ વૈતાઢ્ય ઉપર વિદ્યાધરાને રહેવાના નગરા આવેલા છે.