________________
ત્ન ચૂડ
૩૨૧
mm
ભાગવાની ઈચ્છા થઈ અને વનદેવતાને એ વાતને ખ્યાલ આવ્યો એટલે એને છૂટે કર્યો. છૂટા થતાં જ એ પણ લડી રહેલા પુરૂષે તરફ દોડ્યો.
ત્રણે જણ એટલા દૂર પહોંચી ગયા કે લતાગૃહવાળી બાળા કેઈને જોઈ શકતી ન હતી. પોતાના પ્રિય વ્યક્તિના વિરહ થવાથી એ બાળા વિલાપ કરવા લાગી. એ મારા આર્યપુત્ર! તમે ક્યાં ગયા? ક્યારે આવશે? તુમ વિણ મુજ અબળાનું શું થશે? હું શું કરીશ?
મેં અને વિમળકુમારે બાળાને ધીરજ અને આશ્વાસન આપ્યું. થોડા જ વખતમાં લતાગૃહવાળ સુંદરીને સુલક્ષણે નર વિજયમાળાને વરી હેમકુશળ ત્યાં આવી પહોંચ્યો.
સુભગાને પ્રિયના દર્શન થવાથી આનંદ થયો. અમૃતથી સિંચન કરાયું હોય એમ એ પ્રફુલ્લ બની ગઈ. મુખ ઉપર મિલનનું મિત ઉભરાવા લાગ્યું. પિતાના પ્રિયને જણાવ્યું કે
આભારદર્શન:
હે આર્યપુત્ર ! આપના ગયા પછી આ મહાભાગે દુષ્ટના સંકજામાંથી મને બચાવી છે. આ પુણ્યનર ના મલ્ય હેત તે સાચેજ મારી કઈ દુર્દશા થાત, એ હું ન કહી શકત. આ નરરત્નને જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
પ્રિયતમાને વચન સાંભળી મિથુનકે વિમલકુમારને પ્રણામ કર્યા. હાથ જોડી બે કે તમે મારા બધુ છે, પિતા છે, માતા છે. હે નરોત્તમ ! તમે જ મારા પ્રાણજીવન છે. ૨૧