________________
રત્નચૂડ
૩૨૩
ઉત્તરશ્રેણી અને દક્ષિણ એમ બે વિભાગમાં વહેંચાએલા છે. ઉત્તરશ્રેણીમાં સાઠ અને દક્ષિણશ્રેણમાં પચાસ નગરે આવેલા છે. દક્ષિણમાં “ગગનશેખર” નામનું એક નગર આવેલું છે.
એ નગરના “મણિપ્રભ” રાજા છે અને એમને કનકજ્યોત જેવી કનકશિખા રાણું છે. એમના ત્રણ સંતાનો છે. “રત્નશેખર” નામને પુત્ર અને “રત્નશિખા” તેમજ મણિશિખા” નામની બે પુત્રીઓ છે.
રત્નશિખાને “મેઘનાદ” નામના વિદ્યાધર સાથે પરણાવવામાં આવી. એમને હું પુત્ર છું અને “રત્નચૂડ” મારૂં નામ છે. મણિશિખાને “અમિતપ્રભ” નામના વિદ્યાધર સાથે પરણાવવામાં આવી. “અચલ” અને “ચપલ” નામના એમને બે પુત્રો હતા. | મારા મામા રત્નશેખરને “રતિકાંતા” નામની એક પત્ની હતી. એને માત્ર આ એક પુત્રી હતી અને એનું નામ “ચૂતમંજરી” છે. આ રીતે અચળ, ચપળ, હું અને ચૂતમંજરી સમવયસ્ક હતા.
બીજી તરફ મારા મામા રત્નશેખરને એક “ચંદન” નામના સિદ્ધપુત્ર સાથે બાળપણાથી મિત્રતા હતી. એ ચંદન જૈનધર્મને અચ્છા જાણકાર અને સ્ફટિક જેવી સ્વચ્છ બુદ્ધિ ધરનારો હતે. જ્યોતિષશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, મંત્રતંત્ર, ગવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર વિગેરેને પણ સારે જ્ઞાતા હતે.
સિદ્ધપુત્ર ચંદનના સંસર્ગથી મામા રત્નશેખર જેનધમ