________________
રત્નચૂડ
૩૧૭
ગુંજન, બુલબુલના બેલ, મેનાના કેલ વાતાવરણને માદક બનાવી દેતા હતા.
આવા મદસભર કીડાનંદન વનમાં અમે આનંદથી ફરી રહ્યા હતા, ત્યાં અમારા કાનમાં રૂપાને ઝાંઝરની ઘૂઘરીઓને મધુર ઝંકાર આવ્યો અને સાથે કેઈ યુગલ વાતે કરતું હોય એમ જણાયું. વાતે ધીમી હતી એટલે અમે સ્પષ્ટ સમજી શક્યા ન હતા. યુગલ દશન:
જે દિશા તરફથી એ અવાજ આવતું હતું તે તરફ અમે ચાલવા લાગ્યા. એ માર્ગમાં કઈ યુગલના નેતા પગલાં મંડાએલા જણાતા હતાં. વિમલે એ પગલાં જોયા અને મને કહ્યું.
વામદેવ ! જેના આ પગલાં દેખાય છે, તે કઈ સામાન્ય યુગલ હોય એમ લાગતું નથી. આ પગલામાં સ્વસ્તિક, અંકુશ, ચક્ર વિગેરે રીતસર જોઈ શકાય છે.
આવા સુંદર લક્ષણથી જાણી શકાય છે કે આ યુગલ કેઈ મહાભાગ છે. એમાં એક નરરત્ન છે અને બીજી ભાગ્યવતી સુભગા નારી છે. આ બને અભુત સંપત્તિ અને સૌભાગ્યને વરેલા જણાય છે.
મિત્ર વિમળ ! ચાલ આગળ, આપણે જાતે જ એની ખાત્રી કરીએ. આ પ્રમાણે મેં જણાવ્યું.
અમે આગળ વધ્યા. એક ગીચ લતામંડપ છે. એ લતામંડપમાં એક નાનું સરખું છિદ્ર અમારા જોવામાં આવ્યું. એમાંથી અમે ધીરે રહીને જોયું. સાચે જ એક યુગલ ત્યાં