________________
૩૧૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
હતું. કામદેવ અને રતિને પણ હસી કાઢે એવું સુંદર સેહામણું હતું. વિમલે તે નખશિખ નિહાળી લીધું.
અમે ત્યાંથી પાછા હઠી ગયા. વિમલે ધીરેથી કહ્યું, વામદેવ! ચોક્કસ આ યુગલ સામાન્ય નથી. આ નર નારી મહાન જ હોવા જોઈએ. એના પગલાં જેટલા સુલક્ષણા છે એટલું જ એનું પૂર્ણ અંગ સુંદર, સુરેખ અને સુલક્ષણ છે. એના અંગેઅંગમાં પુણ્ય લક્ષણો જણાય છે.
મારું માનવું છે કે આ નર અવશ્ય મહાન ચકવર્તી બનવું જોઈએ. આ કેમલાંગી નારી પણ મહાસૌભાગ્યવંતી જણાય છે. એણના શરીર ઉપરના સામુદ્રિક લક્ષણે જોતાં લાગે છે કે આ સ્ત્રીરત્ન છે અને માનવીય પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરનારી નારી છે. આ ચક્રવર્તીની પત્ની હશે. આ બન્ને અસાધારણ વ્યક્તિઓ છે.
મેં કહ્યું, મિત્ર વિમળ! તારી વાત સાંભળી મને તે સ્ત્રી અને પુરૂષોના સામુદ્રિક લક્ષણે જાણવાની ઉત્કંઠા થઈ છે. આશા છે કે કુમાર એ વિષયક પિતાને અનુભવ મને જણાવશે.
વિમળ પિતાના અનુભવ અને જ્ઞાન પ્રમાણે સામુદ્રિક વિભાગ વિગત પૂર્વક જણાવે છે. પુરૂષના અને સ્ત્રીના અંગેઅંગનું વર્ણન કરી બતાવે છે. વર્ણન હજુ ચાલુ છે ત્યાં એક ને જ પ્રસંગ ઉભે થયે.
૧ નરનારીના અંગલક્ષણેનું વર્ણન શ્રી કે. ડી. કાપડીયાના ઉપમિતને ભાષાંતરમાં ઘણું કર્યું છે. એથી વધુ જાણવાની ઇચ્છા વાળાએ શ્રી ભદ્રબાહુને સામુદ્રિક ગ્રંથ જે.