________________
૩૧૪
ઉપમિતિ કથા સારદ્વાર
હું વહાલથી રાખીશ. તેય તારે બધુ છે એમ મારે પણ પ્રિય બધુ છે. હું પ્રેમથી સાચવીશ. | મારી વાત સાંભળી મૃષાવાદ હર્ષથી નાચી ઉઠ્યો. એણે કહ્યું, મિત્ર ! તમે મારા ઉપર ખૂબ કૃપા વર્ષાવી દીધી. આ શબ્દો બેલી ચગી પુરૂષની જેમ તરત અદશ્ય બની ગયે. માયા અને સ્ટેયની અસરે;
મૃષાવાદના અન્તર્ધાન થયા પછી માયા અને તે મારા શરીરમાં પ્રવેશ કર્યો. મારા ઉપર પોતાની શક્તિની અજમા યશ ચાલુ કરી દીધી. એ અસરોથી મારું અંતઃકરણ મલીન થવા લાગ્યું. વિચારેમાં તમે ગુણને વિકાસ થવા લાગે, સત્ત્વગુણે વિદાય લીધી. | માયા જેવી ચતુરા બહેન મળવાથી અને તેય જેવા વિચક્ષણ મિત્રના મેળાપથી હું મને પરમ ભાગ્યવાન ગણવા લાગે. માયા અને તેમના સહયોગથી હું સૌને સિફતથી છેતરવા લાગ્યા. બીજાનું ધન એરવામાં નિષ્ણાત બની ગયે. કપટકળા અને તસ્કરકળામાં હું કુશળ બની ગયે. સાક્ષાત મને કઈ પકડી શકતું ન હતું.
મારી કપટકળા અને ચૌર્યકળાની વાર્તા ધીરે ધીરે લેકમાં વહેતી થઈ ગઈ. મને તણખલા કરતા હલકે ગણવા લાગ્યા. ધૂળ કરતા હું તુચ્છ ગણાયે. સર્ષની જેમ અવિશ્વાસુઓમાં મારી ધણું થઈ. સપની પડખે કઈ જવા રાજી ન થાય, એમ મારે સંસર્ગ કરવા કેઈ ઈચ્છતા ન હતા. સૌ મારાથી દૂર-સુદૂર રહેતા.