________________
વામદેવ
શા
નવા નવા નગરાની સફરમાં તમારા નામા નવા નવા થતા રહેતા. મૂળનામ સ`સારીજીવ પન્નુ ચાલુ રહેતું.
વ્હાલા મિત્ર | વરનયન ! રિપુદારણના ભવમાં તમારી અને મારી મિત્રતા ઘણી વિકસી ગઈ. તમે મને મૃષાવાદ નામથી એળખતા હતા. આપણે એ વખતે ખૂબ આનંદ અને ઉલ્લાસમાં દિવસે ગાળતાં હતાં. રમત ગમત કરી જીવ બહેલાવતાં હતાં. મારી કપટકુશળતા ઉપર તમને ઘણી પ્રીતિ હતી. મારી એ શક્તિ ઉપર તમે ફીદા ફીઢા થઈ જતા હતા.
તમે મને એક વખતે પૂછ્યું હતું, કે મિત્ર મૃષાવાદ ! તું આવી કુશળતા કાની પાસેથી શીખી લાવ્યો છે ? તને એવા કળાગુરૂ કાણુ મળ્યા કે જેના શિક્ષણના પ્રતાપે તું કપટકળા હસ્તગત કરી શક્યા ?
મે એ વખતે તમને કહ્યું હતું, મિત્ર! શ્રી રાગકેશરી મહારાજાની સુપુત્રી માયાદેવીના ઉપદેશથી મારામાં કળાકૌશલ આવ્યા છે. એમના શિક્ષણના પ્રતાપે હું ચતુરનરની ગણનામાં સ્થાન મેળવી શક્યા છું.
મારી વાત સાંભળી તમને માયાદેવીના મિલનની ઝંખના થઇ. અને તમે જણાવ્યું, મિત્ર ! એ માયાદેવીના દર્શન મને પણ તું કરાવ.
મેં તમારી વાતને સ્વીકાર કરેલા અને જણાવેલું કે ચેાગ્ય અવસરે તમને માયાદેવીની મુલાકાત કરાવીશ. તમારી સાથે એની પણ મિત્રતા કરાવી આપીશ. એ પ્રતિજ્ઞાનું સ્મરણ