________________
ઉપમિતિ કથા સારદ્વાર અરે વરચન! મેં તમને ક્યાં અને ક્યારે જોયા છે, એ જણાવશે? - મારા પ્રશ્નના સમાધાનમાં એણે જણાવ્યું કે, આપને
સ્મૃતિ થાય એ માટે હું બધી વાત વિસ્તાર પૂર્વક જણાવું છું, તમે ધીરજ ધરી સાંભળો. - તમે પહેલાં અસંવ્યવહાર નગરમાં રહેતા હતા. ત્યાં તમને મારા જેવા ઘણા મિત્રો હતા, પણ હું મિત્ર તરીકે ન હતે. શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞાથી તમારી પત્ની ભવિતવ્યતાને સાથે લઈ તમે એ નગરીથી ફરવા માટે બહાર નિકળ્યા. - સૌ પ્રથમ તમે એકાક્ષનિવાસ નગરની સફરે ગયા. પછી વિકલાક્ષ નિવાસના નગરની મુસાફરી કરી. ત્યાંથી પંચાક્ષપશુ સંથાન ભણી પ્રયાણ કર્યું. એમાં ફરતાં ફરતાં તમે પંચાક્ષ ગર્ભજ સંજ્ઞી કુળપુત્રક બન્યા. આ સ્થળે તમારી અને મારી મૈત્રીને મંગળ પ્રારંભ થયે. એ વખતે હું ગુપ્ત રહેતો હતે. ત્યાંની મિત્રતાની વાત તમારા ખ્યાલમાં ન હોય એ સંભવી શકે છે.
ઘણાં વખત સુધી પંચાક્ષપશુસંસ્થાનના નગરમાં રહીને આગળ સફર લંબાવી. ભમતા ભમતા મનુજગતિ નગરીના અવાંતર વિભાગના સિદ્ધાર્થ નગરની મુલાકાતે આવી પહોંચ્યા. સિદ્ધાર્થ નગરના રાજાના ત્યાં કેટલાક દિવસે તમે કુમાર તરીકે રહ્યા. રિપુદારણ નામથી તમારી પ્રસિદ્ધિ થઈ. તમારું મૂળનામ તે સંસારી જીવ હતું.