________________
વિામદેવ
૩૦૯
મારો જન્મ થયો. મારા જન્મની સાથે મારા જુગ જુગ જુના મિત્ર પુણ્યદયને પણ જન્મ થયે.
માત-તાતે પુત્ર જન્મના હર્ષમાં નાનકડો છતાં સુંદર ઉલ્લાસ ભર્યો ઉત્સવ કરાવ્યો. સનેહીઓ અને નાતીલાઓની ખુશી વચ્ચે મારા નામકરણ વિધિ થયે. “વામદેવ” મારૂં નામ રાખવામાં આવ્યું.
રાજઉદ્યાનમાં મોંઘેરા આમ્રવૃક્ષને જે રીતે ઉછેર થાય એ રીતે સોમદેવ ધનપતિના ઘરમાં હું મનમોહક અને તનસુખકર વાતાવરણમાં માટે થવા લાગે. સ્તેય અને માયાની મિત્રતા:
હું આનંદ પ્રમેદમાં માટે તે ગમે તેમ મારી જ્ઞાન શક્તિ અને સમજ શક્તિ વધવા લાગી. બાહ્ય વ્યવહારને હું સાધારણ રીતે સમજતે થયે. ત્યારે એકવાર શ્યામવર્ણ બે પુરૂષ અને કદરૂપી કમર વળેલી એક નારીને જોઈ.
એ ત્રણમાંથી એક પુરૂષ મારી નજીકમાં આવ્યું. મને પ્રેમથી ભેટી પડ્યો અને બોલ્ય, અરે પ્રિય મિત્ર! તું મને ઓળખે છે કે નહિ?
મેં કહ્યું, “ભાઈ ! હું તમને ઓળખતે નથી. મારા આ શબ્દ સાંભળી એ પુરૂષનું મુખ નિરતેજ બની ગયું. હૈયું ઉદાસ બની ગયું. એ બોલ્ય, અરે મિત્ર! આપણે જુગ પુરાણું મિત્ર હતા, આપણી પ્રીતિ અપાર હતી. જેને હું જીગરજાન મિત્ર માનતે હતે, એ મને ભૂલી ગયો? ખરેખર આ મારી પિતાની કમનશીબી છે.