________________
પ્રકરણ પહેલું
વામદેવ
આ વિરાટ વિશ્વમાં “વર્ધમાન” નામનું એક વરિષ્ઠ નગર હતું. રાજહંસના સ્વૈર વિહારવાળા શ્રીદેવીના પર્વાસવરમાં પદ્મ શોભે તેમ આ નગર શોભતું હતું.
વર્ધમાન નગરનું વાતાવરણ સદાય દીપાલિકા પર્વ જેવું જણાતું હતું. કારણ કે ત્યાંના ગગનચુંબી આવાસોના ઉપલા ભાગમાં દીપમાલાઓ ઘણી હતી. એ દીપમાલાઓને જ્યોતિસમૂહ રાત્રીમાં દિવાળીનું વાતાવરણ સર્જન કરી દેતું.
જ્યોતિ સમૂહથી ઝગઝગાટ ઝગમગતા આ નગરમાં ધવલ” નામના મહારાજા સુંદર અને સ્વચ્છ રાજ્યદેર ચલાવતા હતા. રાજ્યના સુવહિવટના કારણે એમની આદર્શ યશગાથા ગવાતી હતી. પોતાની સ્વચ્છ યશ પ્રભા દ્વારા ધવલ મહારાજાએ જગતને પણ ધવલ બનાવી દીધું હતું.'
ધવલ યશસ્વી ધવલ મહારાજાને પ્રતાપ વનના મહાદાવાનળ જે પ્રખર હતું. એમના પ્રતાપના પ્રસારને કઈ આંબી શકે એમ હતું નહિ. પ્રખર વનદવથી પર્વતની વંશ સમૃદ્ધિ નષ્ટ ભ્રષ્ટ થાય, તેમ ધવલ મહારાજાના પ્રતાપી પ્રતાપથી શત્રુ રાજાઓના વિશે નષ્ટ ભ્રષ્ટ બની ગયા હતા. એમની સામે કેઈ હામ ભીડતું ન હતું.