________________
૩૦૮
ઉપમિતિ કથા સરિદ્વાર મહારાજા શ્રી ધવલને કમલવાસિની શ્રીદેવીના રૂપને શરમાવતી “કમલસુંદરી” નામની પટ્ટરાણું હતી. રાણીનું વદન કમળ સમુ સુશોભિત હતું. એમના વિકસિત નયને કમળદળ જેવા વિશાળ સુડોળ અને સ્વચ્છ હતા. ઉદારતા અને સદાચાર વિગેરે ગુણે પણ એમના જીવનમાં વણાએલા હતા. સાક્ષાત્ બીજા શ્રીદેવીની ગણનામાં એમનું પ્રતિભાશીલ સ્થાન હતું.
મહારાણી શ્રી કમલસુંદરીની રત્નકુક્ષીથી મહારાજાને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એ કુમારનું નામ “વિમલ” રાખવામાં આવ્યું. ગુણરને માટે એ મંદિર સમાન હતા. વિમલ ખરેખર દરેક રીતે વિમલ હતે. મલ એનામાં ક્યાંય હતે નહિ.
વળી આ નગરમાં નગરજનમાન્ય અને રાજસન્માન્ય “સેમદેવ” નામના ગર્ભશ્રીમંત ધનપતિ રહેતા હતા. આ ધનપતિ પણ ઘણુજ સાત્વિક ગુણેને વરેલા હતા. એમના આવાસમાં લક્ષમીની રેલમછેલ હતી અને જીવનમાં ઉદાર અને નિર્મળ ગુણે ઉભરાતા હતા.
ધનપતિ શ્રી સોમદેવને સુવર્ણરેખા સદશ કમનીય કાંતિવાળી “કનકસુંદરી” નામની શીલવતી અને ગુણવતી સુપત્ની હતી.
અગૃહીતસંકેતા ! ભવિતવ્યતાએ મને કનકસુંદરીના ગર્ભમાં લાવી મૂક્યો. એગ્ય સમયે અનુકૂળ વાતાવરણમાં