________________
નરેવાહન દીક્ષા
૨૯૯
ગેાળકુંડાળું અની મને ઘેરી રાખ્યો હતા. ક્યાંય માગ માકળેા ન હતા.
જોગેશ્વર કુંડાળાની વચ્ચે આવી ઉભેા રહ્યો અને મારા ઉપર ફિટકારના વરસાદ વરસાવતા ખેલ્યા.
આ નરાધમ ! તું શું આમતેમ નજર નાખે છે ? ડાફ્રાડીયા કેમ મારે છે ? રાજાધિરાજ શ્રી તપન ચક્રવર્તીને તારૂં નૃત્ય બતાવ. અહીં હાજર રહેલા સર્વેના ચરણામાં ઝૂકી ઝૂકીને વંદના કર, પ્રણામ કર.
ચેાગેશ્વર આ પ્રમાણે ખેલી અંધ રહ્યો એટલે સૌએ ક્રી રાસડા ગાવા ચાલુ કર્યાં. સૌ ગાતા હતા અને હું સૌના ચરણામાં માથુ મૂકી નમસ્કાર કરતા હતા. મારા પેાતાના પાપના પ્રતાપે ચંડાલ, ભીલ અને ભંગીઓના ચરણામાં ઝૂકી પ્રણામ કરવા પડતાં હતાં. હું નિર્માલ્ય ખની ગયા. મારી ઘણી જ કંગાલ હાલત થઈ ગઈ.
મારી વિડંબના અને દુર્દશા જોઇને ત્યાં આવેલા જનસમુદાય મારા ઉપર ક્રોધ ઠાલવતા હતા અને નિર્ભયપણે ગાતા હતા, સાથે રાસના તાલ મેળવતા જતા હતા. વચ્ચે વચ્ચે માટેથી ખડખડાટ હસી પડતા હતા.
પુત્રને રાજ્ય અને મારૂં' મૃત્યુ :
શ્રી તપન ચક્રવર્તીએ સિદ્ધાપુરના રાજ્યાસન ઉપર મારા પુત્ર કુલભૂષણને બેસાડ્યો. ચક્રી પાતે નગરમાં આવ્યા અને રાજ્યાભિષેકમાં ભાગ લીધે.