________________
૨૯૮
ઉપમિતિ કથા સદ્ધાર કરી એટલે સૌએ પાદપ્રહારે દ્વારા મને અર્ધમૃત બનાવી દીધો. સૌએ પાટુ ઉપર પાટુ લગાવે રાખ્યું. એ યોગેશ્વરે ફરી રાસડે ગવરાવ્યો.
गुर्ववज्ञां मदात्कुर्यान्मिथ्या ब्रूते च यः कुधीः । विधापयति तस्यैवं, तपनोऽयं विडम्बनाः ॥
જે દુષ્ટ વ્યક્તિ આસ-વડિલેની અવજ્ઞા કરે છે અને તિરસ્કાર કરે છે, વળી જેઓ હડહડતું મૃષા લે છે, તેવા પાપાત્માને શ્રી તપન ચકવતી આવી વિડંબના ભરી મહા દુર્દશા કરે છે.
આ રીતે રાસડે ગાતાં ગાતાં મને મુક્કાએ મારે જતાં હતાં, વચ્ચે વચ્ચે કે જોરથી લાત મારે જતાં હતાં. મારે
જીવ મરવાની અણી ઉપર આવી ગયો. યમરાજના સેવકે કેઈને જીવ લઈ જવા આવ્યા હોય એવું આ લકે પણ મારી સાથે ક્રૂર વર્તન દાખવતા હતા.
હું ઘણું કડી હાલતમાં મૂકાઈ ગયો. પેલા ગરબે ગાનારાઓ હજુ મને છેડતા ન હતા. ગરબે લેતા જાય, ગોળ ગોળ ફરતા જાય અને મને મારતા જાય.
આ રીતે જબરજસ્તી ગેશ્વર અને રાસડા લેનારાએ મને તપન ચકવતી પાસે લઈ ગયા.
ચક્રવતી પાસે આવ્યા પછી જોગેશ્વરને વધારે તાન ચડયું અને જોરથી રાસડે ગવરાવવા લાગ્યા. બીજા ત્રિતાળ મેળવતા જાય, તાવ આવે ત્યારે મને લપડાક લગાવતા જાય.