________________
૨૯૬
ઉપમિતિ કથા સહાર
હું તે ભયભીત બની ગયે. દીનતા લાવી કરગરવા લાગ્યો, મારી શારીરિક શક્તિ તદ્દન હણાઈ ગઈ. રાજામાંથી રંક બની ગયો. સામાન્ય સેવકની જેમ હું તંત્રવાદીના ચરણોમાં વંદન કરવા મૂકી પડયો. | મારા શરીરમાં દાહ થવા લાગ્યો. પરસેવાના બિંદુએ ઉભરાઈ ગયા. ગેશ્વરે રાજકર્મચારીઓને આજ્ઞા કરી કે આના કપડા ખેંચી લે.
રાજકર્મચારીઓએ મારા વચ્ચે ખેંચી લીધા. હું પિશાચ જે નગ્ન અને બિહામણું બની ગયે. મારાં માથાના સુંદર ઝુમખાં જેવા વાળ કપાવી મુંડે કરાવ્યો. શરીરે કાળી શાહીના લપેડા કર્યા, અડદને ચાંલ્લો કર્યો.
મારે દેખાવ તદ્દન બીહામણે અને બેડેળ કરી નાખે. મને વચ્ચે રાખી યોગેશ્વરના માણસે ગોળ કુંડાળાકારે ઘેરી વળ્યા અને રાસડા-ગરબા ગાવા ચાલુ કર્યો.
यो लिकं मदं कुर्यादनृतं च वदेत् कुधीः । ___ स पापो नूनमत्रैव, प्राप्नोत्येवं विडम्बनाः ॥
જે અભિમાની પુરૂષ મિથ્યાભિમાન કરતા હોય છે અને વાતે વાતે અસત્ય બેલતા હોય છે, તે પાપાત્માઓ આ જન્મમાં જ આવી ભયંકર દુર્દશાને પામતા હોય છે.
આ ગીત ગાતા જાય અને ગરબા-રાસડો લેતા જાય. હું પણ તેમની જેમ રાસડે બેલવા લાગે અને રાસડા લેનારા એના ચરણોમાં પડી પડીને નમસ્કાર કરવા લાગ્યા.