________________
નરવાહન દીક્ષા
૨૯૫ માખણયા લેકે મારી બેટી પ્રશંસા કરી મને રીઝવતા હતા અને મારી ચારે બાજુ વિંટળાઈ બેઠા હતા.
આવી પરિસ્થિતિમાં મને ગેશ્વર તંત્રવાદીએ જે અને મારી સન્મુખ આવી ઉભો રહ્યો. એણે પોતાની જાદુઈ ઝેળીમાંથી સૂર્ણની મુદ્દિ ભરીને જોરથી મારા મુખ ઉપર ફેંકી.
ચૂર્ણ કઈ જાદૂઈ જાતનું હતું, તરત મારું મગજ ફરવા લાગ્યું. મારી પ્રકૃતિમાં ઘણે ફેરફાર થઈ ગયે. અંધકારમયી ગુફામાં મારે પ્રવેશ થયો હોય એમ મને જણાયું. મારું સ્વરૂપ હું ભૂલી ગયે. એક પાગલ જેવું બની ગયે.
મારા ખુશામતીયાઓને ખ્યાલ આવ્યો કે આ ગેશ્વર તંત્રવાદીને તપનચકીંએ મેકલ્યા છે, એટલે તેઓ પણ ગભરાઈ ગયા. એ બધા ઉભા ઉભા થથરવા લાગ્યા. મેત સામે દેખાવા લાગ્યું.
પુણ્યદયને વિચાર આવ્યો કે “મારે હવે અહીં રહેવા જેવું નથી.” એટલે એ પણ પલાયન થઈ ગયો. શૈલરાજ અને મૃષાવાદ મિત્રો પણ ક્યાંય સંતાઈ ગયા.
તંત્રવાદી યોગેશ્વરે હાથમાં પાતળી અને મજબુત નેતરની સેટી હાથમાં લીધી. એ મુખેથી બેલ “અરે નાલાયક ! રે દુષ્ટ ! હજુ સુધી તે સ્વામી શ્રી તપન ચકવતની સેવામાં કેમ ન આવ્યો ? બદમાશ ! તું અભિમાનથી ઘણે જ છાકટે થઈ ગયો છે ને ? લે બા આ સેટીપાક.
આવી રીતે બોલતે જાય અને નેતરની સેટી છનનન છનનન મારતો જાય.
ગયા.