________________
નરવાહન દીક્ષા
૨૯૩
અરે ! પાછા જાઓ, ધૂર્ત અને ભામટા મંત્રીઓને જણાવે કે તમે તપન પાસે કેના કહેવાથી ગયા ? તમને ડાહ્યા થવાનું કેણે જણાવ્યું છે? સ્વછંદીઓ ! મારી આજ્ઞા વગર જતાં તમારા પગ કેમ ચાલ્યા?
હું ત્યાં આવવાનું નથી. જે તમને તમારું જીવતર વહાલું હેય, હજુ બચવાની ભાવના હોય, તે તપન પાસેથી જલદી અહીં આવતા રહે, નહિ તે તમને મૃત્યુદંડ થશે. તમારું આવી બન્યું સમજજે.
સેવકે મંત્રીઓ પાસે ગયા અને મારો સંદેશ સંભળાવી દીધો. મારે સંદેશે સાંભળતાં જ એમના મુખડાં શામળા થઈ ગયા, તેજ પરવારી ગયું. હવે શું કરવું ? કેમ બચવું ? આપણું થશે શું? એ વિચાર કરતાં એક બીજાના મુખડાં જેવા લાગ્યા.
સાર્વભૌમ સત્તાધીશ શ્રી તપન એમના મુખના ભાવે તરત સમજી ગયા. એણે મીઠા અને આશ્વાસનના શબ્દો બોલતા જણાવ્યું, હે ઉત્તમ મંત્રીઓ ! તમે ધીરા થાઓ, ગભરાઓ નહિ. તમારે જરા પણ ભય રાખવાની જરૂર નથી.
આ અવિનય અને અસત્યતામાં તમારો અંશ માત્ર દેષ નથી. તમારે રાજવી રિપુદારણ કે દુષ્ટ છે, એ મારી જાણમાં આવી ગયું છે. તમારે એના તરફથી ભય પામવાને કારણ નથી. હું રિપદારણને સંભાળી લઈશ. એ તમારું કાંઈ બગાડી નહિ શકે, મારા સાણસામાંથી એ છટકી નહિ શકે.