________________
૨૯૨
ઉપમિતિ કથા સારદ્વાર
આપની આજ્ઞા સ્વીકાર છે,” એમ જણાવી મંત્રીમંડળ ચકવર્તીની સેવામાં ગયું. ત્યાં ચકીના સન્મુખ મહામૂલ્યવાન ભેંટણું ધર્યો અને રાજા રિપુદારણે વતી સન્માન, પૂજાવિધિ વિગેરે સર્વ વિનય પૂર્વક કર્યું.
મારા અને મંત્રીઓ વચ્ચે જે આ વાર્તાલાપ થયો તે તપન ચક્રવર્તીના ગુપ્તચર દ્વારા એમને જાણવા મળી ગયે. ગુપ્તચરે અને મંત્રીના નેત્રો દ્વારા જ રાજા સહસ્ત્રાક્ષ કહેવાય છે.
મારા મંત્રીઓએ હાર્દિકે સન્માન વિનય કરી તપન ચકવતીના મનને પ્રસન્ન કરી દીધું. તપનચક્રીએ સૌને રાજસભામાં યોગ્યતા મુજબ પ્રેમથી બેસવા આસને આપ્યા. ચકી સભામાં બિરાજમાન થયા અને મંત્રીઓ પણ પિતાને આપેલા આસને બેઠા.
ચકીએ મારી કુશળતા પૂછી એટલે મારા મંત્રીમંડળ વિનયપૂર્વક જણાવ્યું કે દેવ ! આપની પરમ કૃપાથી રિપુદારણ રાજા ક્ષેમકુશળ છે. ઘણો આનંદ છે. આપના દર્શન માટે
ડીવારમાં અહીં હાજર થશે. અને આપની સેવામાં અગાઉ મેકલ્યા છે.
સમય ઘણે થયે છતાં હું ગયે નહિ એટલે મંત્રીમંડળે મને બોલાવવા સેવક મેકલ્યા. પરન્તુ શૈલરાજ અને મૃષાવાદના સંપૂર્ણ તાબામાં હતું, મારામાં સ્વયં વિચાર કરવાની શક્તિ પણ નષ્ટ થઈ ગઈ હતી, એટલે મને બેલાવવા આવેલા સેવકેને જણાવ્યું.