________________
નવાહન દીક્ષા
૯૧
પૂજન કરવા આવવાને નથી. તપનની ઇચ્છા હોય તેા અહીં આવે અને મારા ચરણા પૂજે.
મહામ`ત્રી શ્રી
મારા ગવ ખરતાં વચન સાંભળી ખેલ્યા, દેવ ! આપ આ પ્રમાણે ન ખાલે. તપન ચક્રવર્તીની પૂજા નહિ કરે, એમનું જાળવા તે આપણું અનથ થશે. પેાતાના હાથે પેાતાના પગે કુઠારઘાત કર્યાં ગણાશે.
આપ જો શ્રી સન્માન નહિ
આ ચક્રવર્તી નિગ્રહ અને અનુગ્રહમાં સમથ છે. દેવતાઓ ઉપર ઇન્દ્રનું શાસન ચાલે છે, એમ માનવા ઉપર તપનની આજ્ઞા ચાલે છે. દેવેન્દ્રની આજ્ઞા દેવા ન માને તા દેવાને નિગ્રહ-શિક્ષા કરવામાં આવે છે. એમ તપનચક્રીની અવજ્ઞા થશે તેા આપણા સૌને એ નિગ્રહ કરશે.
હે રાજન! આપ અમારી નમ્ર વિનંતિ અને આગ્રહને ધ્યાનમાં લઈ ચક્રીનું ઔચિત્ય જાળવા, એમની પૂજા, સેવા, સન્માન જાળવા. આ પ્રમાણે મેલી એ મંત્રીએ મારા પગમાં પડી ગયા.
સુષાવાદના આશ્રય :
કમલાક્ષિ ! ' એ વખતે મૃષાવાદ મિત્રની સહાયતા લઇ મંત્રીઓને જણાવ્યું, કે હાલમાં તપનચક્રી પાસે આવવા મારા હૈયામાં જરા પણ ઉત્સાહ નથી. તમે હાલમાં ત્યાં જા અને એમનું ઔચિત્ય જાળવા. જ્યારે ચક્રી રાજ્યસભામાં સિહાસન ઉપર બિરાજમાન થશે, એ વખતે હું પણ ત્યાં હાજર થઈ જઇશ, તમે જાએ, હું આવી જઈશ.