________________
નરવાહન દીક્ષા
રાજ્યાભિષેક કરી રાજ્યતિલક મારા ભાલમાં કરાવ્યું. એ વખતે દીક્ષા નિમિત્તે યાચકોને છૂટે હાથે દાન અપાયા, મંદિરમાં ઉત્સ ચાલ્યા, નગરમાં ધવળ મંગળ ગીતે ગવાયાં.
અન્ય સર્વ ઉચિત ક્રિયાઓના અંતે શ્રી નરવાહન રાજાએ હર્ષોલ્લાસ પૂર્વક દિક્ષા અંગિકાર કરી. પિતાના ઉપકારી ગુરૂ તરીકે શ્રી વિચક્ષણાચાર્યને સ્થાપન કર્યા.
શ્રી વિચક્ષણાચાર્યની સાથે નરવાહન રાજર્ષિ વિવેકપર્વત ઉપર આરૂઢ થયા અને મહામતિ હોવાથી બાહ્યદેશોમાં પણ ગુરૂદેવની સાથે વિહરતા રહ્યા. રિપદારણને ગર્વ:
પુણ્યોદયના પ્રતાપે મને રાજ્ય મળ્યું એથી મારા મિત્રે શૈલરાજ અને મૃષાવાદ ઘણુ ખૂશ થયા. મને બન્ને જણાએ ધન્યવાદ આપ્યા અને મારા શરીરમાં ફરી આવી વસી ગયા. શિલરાજના કારણે મારી છાતી ગજગજ ફુલી ગઈ. મૃષાવાદના કારણે જુઠું બોલવાની વૃત્તિઓ વધુ માઝા મૂકી ગઈ.
મશ્કરા અને યુવાવસ્થાવાળા મારી મશ્કરી કરતા હતા. પંડિતે મારી નિંદા કરતા હતા. ધૂતારાઓ મને મીઠા મીઠા વેણ દ્વારા ખૂશી કરી ધન પડાવતા હતા. આ રીતે મેં પૃદયના પ્રતાપે કેટલાક સમય રાજ્ય કર્યું. તપન ચકવર્તીનું આગમન :
ભદ્ર! જે વખતે હું રાજા હતે, એ વખતે સર્વ રાજાઓના સ્વામી “તપ” નામના ચક્રવતી રાજા પૃથ્વી ઉપર મહાશાસન કરતા હતા.
૧૯