________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
એમને સમગ્ર પૃથ્વીના પર્યટનની ભાવના થઇ, એટલે પેાતાના સૈન્ય, પરિવાર, સર્વ સુખાપભાગની સાધન સામગ્રી સાથે ફરતા ફરતા એક વખતે અમારા સિદ્ધાથ નગરે આવી પહોંચ્યા.
૨૯૦
એ ચક્રવર્તીના આગમનના સમાચાર વાયુવેગે નગરમાં સર્વત્ર ફેલાઇ ગયા. વિજ્ઞાન અને નીતિશાસ્ત્રના વિશારદ એવા મહામાત્યાએ ભેગા મળી હિતબુદ્ધિથી મને જણાવ્યું.
હું રિપુદારણ રાજવી ! આ તપન ચક્રવર્તી પૃથ્વી ઉપર મહાતેજસ્વી. શાસનવાળા છે. છ ખંડ પૃથ્વીના પૂર્ણ પણે સ્વામી છે. એમની આજ્ઞા અખંડ પાલન કરવાની હોય છે. વળી એ સર્વ રાજાએ માટે પૂજ્ય ગણાય છે. આપના વિલા પણ પૂજ્ય માની પૂજતા હતા.
આપણા ઘરના આંગણે પધારેલા આ શ્રી તપન ચક્રવર્તી મહારાજાની સન્મુખ પધારો અને એમનું આદરપૂર્વક સુંદર સ્વાગત કરે. એમનું સર્વ રીતે સન્માન જાળવવું એ આપણી પવિત્ર ફરજ છે.
મૃગનયને ! મંત્રીઓએ હિતબુદ્ધિએ આ વાત મને જણાવી પરન્તુ એજ વખતે શૈલરાજે મારા શરીરમાં પ્રવેશ કર્યાં અને મારી બુદ્ધિને વિવેક વિઠૂણી અનાવી દીધી. સ્તબ્ધચિત્ત લેપ છાતી ઉપર લગાવ્યે અને સર્વાંગે સ્તબ્ધ બની ગયા.
મે' મંત્રીઓને કહ્યું, અરે મૂર્ખાઓ ! એ તપન વળી મારી આગળ કાણુ છે? એ તપનીયાની હું પૂજા કરૂં ? હું