________________
૨૯૪
ઉપમિતિ ક્યા સારોદ્ધાર તમને માત્ર મારે એટલું જ જણાવવાનું કે આજથી રિપુદારણ ઉપર પ્રેમ અને ભક્તિ ન રાખવા. તમારા જેવા વિનયી અને ગુણ સેવકે માટે સ્વામી તરીકેની જરાય યેગ્યતા એમાં છે નહિ, ક્ષુદ્રવૃત્તિને છે.
આવા વિશાળ રાજ્ય સંપદાને પ્રાપ્ત કરવાની કે ભેગવવાની એનામાં યોગ્યતા નથી, એ આપદાને રેગ્ય છે, નહિ કે સંપદાને. આંબાના કૃણ અને મધુરા પાંદળાને સ્વાદ ચાખવાની ઉંટમાં ક્યાંથી ગ્યતા હોય? એના પ્રારબ્ધમાં કડ લીંબડો જ હોય.
મારા કુકૃત્યોથી અત્યંત કંટાળી ગએલા અને તેથી મારા પ્રતિ મમતા વિહૃણા બનેલા મંત્રીમંડળે શ્રી તપન ચક્રવર્તીની આજ્ઞા “તથાસ્તુ” કહી સ્વીકારી લીધી. મંત્રીમંડળ મારાથી વિમુખ હતું અને ચકી પ્રત્યે સનેહાળ હતું. યોગેશ્વરે કરેલી મારી દુર્દશા:
શ્રી તપન ચક્રવતી પાસે મહાસમર્થ એક તંત્રવાદી હતે. મહામાયા અને ઈન્દ્રજાળ, જાદૂ વિગેરે કળાઓમાં ખૂબ નિષ્ણાત હતે. એનું નામ “ગેશ્વર” તરીકે પ્રસિદ્ધ હતું. ચકવર્તીએ પોતાની પાસે બેલાવી એના કાનમાં મારે માટેની કડક આજ્ઞા ફરમાવી.
તંત્રવાદી યોગેશ્વરે ચક્રવર્તીની આજ્ઞા સ્વીકારી ઘણા જન સમુદાયની સાથે મારી પાસે આવ્યો. હું સભામાં બેઠેલ હતે. શૈલરાજ અને મૃષાવાદનું મારા ઉપર ઘણું જ વર્ચસ્વ હતું.