________________
નરવાહન દીક્ષા
૩૦૧
પ્રજ્ઞાવિશાળાની વિચારણા :
સંસારી જીવ પિતાની વિતક કથા સંભળાવી રહ્યો હતે ત્યાં પ્રજ્ઞાવિશાલાએ વિચાર કર્યો કે, અરે ઓ ! માન અને અસત્યની કેવી ભયંકરતા છે? શૈલરાજ અને મૃષાવાદે આ તસ્કરની કેવી કફોડી હાલત કરી નાખી?
શૈલરાજ અને મૃષાવાદને પરાધીન બની આ સંસારીજીવે ઉત્તમ માનવ જન્મ વેડફી નાખ્યો અને અનેક ભવ સુધી નિજાતિ અને હીનકુળમાં જન્મ લઈ માત્ર દુઃખ જ ભગવ્યા કર્યું. યાતના વિના કાંઈ ન મળ્યું.
સંસારીજીવે કથા આગળ ચલાવતાં જણાવ્યું, કે મને ભવિતવ્યતા એકવાર ભવચક નગરના મનુજગતિ નગરીમાં લઈ ગઈ અને ત્યાં મને મધ્યમ ગુણવાળો માનવી બનાવવામાં આવ્યો. જીવનમાં ગુણને વાસ થયો એટલે ભવિતવ્યતા મારા ઉપર અતિ પ્રસન્ન બની.
મારા જુના મિત્ર પુણ્યદયને સાથે લાવી મને જણાવ્યું. આર્યપુત્ર! આપે મનુજાતિના વર્ધમાન નગરે જવાનું છે. આપની સાથે યુદય આવશે અને આપની સવ અભિલાષાઓ પૂર્ણ કરશે.
“જેવી દેવીની આજ્ઞા ” એ પ્રમાણે મેં વિનયથી ઉત્તર આપે.
મારી જુની ગુટિકા જીર્ણ થઈ એટલે ભવિતવ્યતાએ મને