________________
૨૮૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
અને સત્યતા સાથે વસી શકતા નથી. આ પુણ્યવતી કન્યાએના તમારા પુત્ર સાથે લગ્ન થશે ત્યારે એ પાપમિત્ર નહિ રહે.
અમૃતકુંભ સમી મૃદુતાની અને સત્યતાની પ્રાપ્ત થયા પછી વિષપુંજ સમા શૈલરાજ અને મૃષાવાદ અદશ્ય બની જાય છે. વિષ અને અમૃત સાથે રહી શકતા નથી.
એ બન્નેના લગ્ન કયારે થશે, કેણ કરશે, કેણ એની જના કરશે, એ બધી વિચારણા કરનાર બીજે કઈ છે. એમાં તમારી બુદ્ધિ કે યોજના શક્તિ કામ આપનાર નથી. એટલે વર્તમાન સમયે આપને ઈષ્ટ લાગતું હોય એ અમલમાં મૂકવું જોઈએ.
શ્રી વિચક્ષણાચાર્યના વચન સાંભળી નરવાહન રાજા વિચારમાં પડી ગયા. અરે! મામા પુત્ર પાસે આવા ભયંકર બે શત્રુઓ કાયમી વસવાટ કરીને રહે? ઘણા દુખની વાત છે. બિચારા રાંકડા મારા પુત્રની આ દશા? ગરીબડો છે, એનું નામ રિપુદારણ પણ ખોટું છે. રિપુનું એ દારણ નથી કરતે પણ રિપુઓ કુમારને દારણ કરી નાખે છે, રહેંસી નાખે છે.
આ વિષયમાં મારો પ્રયત્ન ક્યાં કામયાબ થાય છે ? મારી પ્રતિક્રિયા પણ સફળ બનતી નથી, એટલે મારે મારા આત્માનાં હિત ખાતર સાધના કરી લેવી જોઈએ. રિપદારણને રાજ્ય અને નરવાહન દીક્ષા:
પિતાજીએ રાજ્ય મને આપવાને નિર્ણય કરી વિધિપૂર્વક