________________
૨૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
સ્કાર કરી કાઢી મૂકે તે સારું ન કર્યું. અરે વિષના વેલાને વાવી ઉછેર્યો હોય તે એ વેલાને પિતે કાપવું એગ્ય ન લેખાય તે પુત્રને કેમ તજી દેવાય?
ભાવી જે બનવાનું હતું તે બની ગયું પણ હાલમાં ગ્ય સમય મળ્યો છે તે રાજ્યગાદી ઉપર એને સ્થાપન કરી હું મહામંગલકારી દીક્ષા ગ્રહણ કરી કૃતકૃત્ય બનું. ભવભયથી વિમુક્ત બનું.
સજનશિરોમણિ પરમકૃપાળુ પિતાજીએ આ જાતને પ્રેમભર્યો વિચાર કરીને મને પાસે બોલાવ્યું. આદરપૂર્વક મારે હાથ પકડી પ્રેમથી ખોળામાં બેસાડી પંપાળે. મસ્તકે ચૂંબન કર્યું. પુત્રના માટે પ્રશ્ન અને સમાધાન :
શ્રી નરવાહન રાજાએ પૂજ્ય આચાર્ય ભગવંતને પ્રશ્ન પૂછયે કે, ગુરુદેવ ! મારા આ પુત્રે દુર્લભ એવું ઉત્તમ કુળ, આરોગ્ય, સંપત્તિ, શક્તિ એવું બધું મેળવ્યું છતાં પૂવે શું દુષ્કૃત પાપાચરણ કર્યું છે કે જેના લીધે આ કુમારને વિડ બના, અપમાન, અપયશ પ્રાપ્ત થયા? આપ જ્ઞાન દ્વારા બધી વિગત જાણે છે જ. માટે જણાવવા કૃપા કરશે ?
પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે, રાજન્ ! તારે પુત્ર તે નિર્દોષ છે. એ બીચારાને કાંઈ વાંક નથી, વાંક બધે શિલરાજ અને મૃષાવાદને છે.
પૂજ્ય ગુરુદેવ! આ મૃષાવાદ અને શૈલરાજ પાપમિત્રોથી કુમારને વિયાગ કયારે થશે ? એમ પિતાજીએ પ્રશ્ન કર્યો.