________________
કાર્યનિવેદન
ર૭ તરીકે જાહેર થયો અને સૌને વિરોધી બન્યો. સૌ એના શત્રુ બન્યા.
એક દિવસે માનવમાંસ ખાવાની ઈચ્છાથી અંધારી રાત્રીમાં ચારની જેમ લપાતે લપાતે શૂર નામના ક્ષત્રીયના ઘરમાં ઘૂસ્યો. તેણે શૂરના છોકરાને ઉપાડ્યો અને કૂતરો પિતાનું ભક્ષ્ય મળી જાય એટલે ભાગવા લાગે તેમ જડ ભાગવા લાગ્યા.
શૂર એ વેળા જાગી ગયું અને પુત્ર ચેરતા જડને જોઈ કે લાહલ કરી મૂક્યો. કુટુંબીઓ જાગી ગયા. રે જડને પકડી પાડ્યો. સૌએ મળી ખૂબ જ માર્યો. શૂરે એને મુશકેટોટ બાંધી લાઠી લઈને ધીબી નાખ્યું અને જડ ત્યાંને ત્યાં જ મૃત્યુને શરણ થયે.
પ્રભાતમાં આ સમાચારો ગામમાં ફેલાયા પણ કેઈએ શરને ઠપકે ન આપે. બલકે અનુમોદન આપતા હતા. જડના બંધુ અને રાજાને પણ સમાચાર મલ્યા છતાં એમણે પણ શરને કાંઈ સજા ન કરી. એક કુલદૂષણ પુત્રને નાશ થયો એમ માની શુરને શાબાશી આપી. સારું કર્યું કે પાપીને ઠેકાણે પાડ્યો. વિચક્ષણના વિચારે :
નિર્મળહૃદયી વિચક્ષણે જડની દુર્દશાની વાત સાંભળી વિચાર કર્યો કે રસનાના લાલન-પાલન ખાતર અનેક પાપો કરનાર અને લાલતાદાસીના કહુયે ચાલનાર જડની આ ભવમાં મહાદુર્દશા થઈ અને પરલોકમાં અવશ્યમેવ દુર્ગતિ જ થઈ હશે. એ વિના એને છૂટકવા કયાંથી થાય?