________________
કાયનિવેદન
૨૮૧
વિચક્ષણ મુનિ પોતાના કુટુંબના પાલન પોષણ કરતા ત્યાં સાધુમંડલની અંદર ઉલૂસિત હદયે રહ્યા. મુનિઓના આચાર, સેવા, જ્ઞાન, જપ, યોગ વિગેરે આરાધવામાં પરમ રસ જાગે અને અલ્પ દિવસમાં કુશળ બની ગયા એટલે એગ્ય સમયે ગુરુમહારાજાએ સૌની સમક્ષ આચાર્યપદ આપી પિતાના પદે એને સ્થાપન કર્યા.
એ વિચક્ષણ બીજા સ્થાનમાં પણ હરતા ફરતા વિહરતા દેખાય છે છતાં પરમાર્થથી વિવેકગિરિના જેતપુરમાં જ વસતા હોય છે. | હે નરવાહન રાજા ! તે વિચક્ષણ હું પિતે જ છું. વિવેક પર્વત ઉપર મહાત્માઓ વસે છે, એમ જણાવેલું તે આ પર્ષદામાં દેખાતા સાધુઓ સમજવા.
રાજન્ ! તમે મને દીક્ષા લેવાનું કારણ પૂછ્યું હતું, એટલે મેં તમને વિસ્તારથી કહી સંભળાવ્યું. આવી જાતના કારણથી મને ભવનિર્વેદ થયો અને દીક્ષા લીધી.
મારે દીક્ષા લેવાના નિમિત્તમાં જે દેશદુષ્ટ રસના પત્ની હતી એને પણ મેં હજુ સુધી ત્યાગ નથી કર્યો. પાપણને હજુ સાથે જ રાખું છું, વળી મારા જુના કુટુંબને સાથે લાવ્યો છું અને એનું પાલનપોષણ કરું છું એટલે હું ત્યાગી કેમ કહેવાઉં? મારે દીક્ષા કેવી? મને દીક્ષા સંભવે ?
* અહીં અતરકુટુંબ છે, છતાં વિચક્ષણચાર્ય પોતાની લઘુતા જણાવી રહ્યા છે.