________________
કાર્યનિવેદન
આચરણ કરે તે રસના પત્ની તરીકે રહેવા છતાં તારું કાંઈ બગાડી નહિ શકે. એની દુષ્ટતા તને નુકશાનકારક નહિ નિવડે.
તે વિવેકપર્વત ઉપર તારા કુટુંબ સાથે ચડી જા અને ત્યાં સાધુમહાત્માઓના સહવાસમાં રહે પણ સાથે લલતાને ન લઈ જઈશ. જે લોલતા આવશે તે એ અનર્થ ઉભા કરશે. એના વિના રસના કાંઈ ખરાબી કરી શકતી નથી.
પૂજ્ય તાતશ્રી ! તે ગિરિવર અહીં ઘણે દૂર છે. હું કુટુંબીજનો સાથે કેવી રીતે જઈ શકું? ઉત્સાહ પણ કેમ થાય?
વત્સ! ચિંતામણિ જે વિમર્શ મિત્ર મળ્યું હોય પછી આવી તુચ્છ વાત કરવાની હોય ? તારે આ માટે કશે વિચાર કરવા જેવું નથી. વિમર્શની પાસે અતિશ્રેષ્ઠ ગાંજન છે અને એ ગાંજન તારા નેત્રામાં આંજી આપે એટલે તને એ નગાધિરાજ દેખાવા લાગે.
વચ્ચે પ્રકર્ષ બેલી ઉક્યો, અરે પિતાજી ! દાદા કહે છે એ વાત સાવ સાચી છે. વિમર્શમામાએ મને પણ એ અંજન આંક્યું હતું. મેં એ મહાળે અંજનને પ્રભાવ પ્રત્યક્ષ જોયો છે.
વિમર્શમામાં જ્યાં સુધી અંજન ન આંજી આપે ત્યાં સુધી વિવેકગિરિ, જૈનપુર, સાત્વિકમાનસ, ભવચક્ર વિગેરે ન દેખાય પણ જ્યાં વિમલાલોક અંજન આંજી દે પછી વિશ્વને કેઈએ પદાર્થ નથી કે જે પ્રાણી જોઈ ન શકે? અંજન અંજાયા પછી દરેક પદાર્થો દરેક કાળે જોઈ શકાય છે. ચારિત્રરાજને પરિવાર, નગર, સિન્ય વિગેરે બરાબર નિહાળી શકાય છે.