________________
અવાંતર નગરે
૨૩૭
બાલ હેય ચાહે યુવા કે વૃદ્ધ હોય, સૌ કેઈ એની આજ્ઞા મસ્તકે ચડાવી ભયભીત બનેલા ઘર, ધન, ધાન્ય, જમીન, શરીર વિગેરેને તજી પરલોકના પંથે ચાલ્યા જાય છે.
મૃતિના નામથી ત્રણે લેકના મોટા ભાગના પ્રાણીઓ કાંપતા હોય છે. એની ધાક અને ક્રૂરતા અપાર છે. ૪. ખલતા :
વત્સ ! આ ચેથી રાક્ષસી તરફ ધ્યાન દે. એને ખલતા કહીને બોલાવવામાં આવે છે.
મૂળ રાજવી કર્મ પરિણામને પાપેદય એક ખાસ સેનાની છે. એ પાપેદયની આજ્ઞા પ્રમાણે ખલતા કામ કરતી હોય છે.
શઠતા કરવી, દુષ્ટ આચરણ કરવું, કટુ ભાષા બેલવી, ગુણી પુરૂષની ઈર્ષા કરવી, ઉપકારીના ઉપકારને ભૂલી જવું, સજજન સાથે શેતાનપણું દેખાડવું, છલ પ્રપંચ અને મિત્રદ્રોહ કરવા, વિશ્વાસઘાત અને પરવંચનતા કરવી, આ બધા ખલતાના કાર્યક્ષેત્રમાં આવી જાય છે. આ બધા દુર્ગુણે ખલતાના પરિવારના સભ્ય છે.
આ દુર્ગુણ સમૂહ દ્વારા ખલતા લોકોના મનને પાપમાં જોડે છે અને પછી પ્રાણુઓ પાપાચાર આચરે છે.
પુણ્ય, દાક્ષિણતા, સુજનતા, ઉપકાર, સરલતા, ગુણ પ્રશંસા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, પ્રસન્નતા, યશકીર્તિ, સમાન વિગેરે સાત્વિક ગુણોને ખલતા પિતાના પ્રદેશમાંથી દૂર-સુદૂર હાંકી કાઢે છે. દેશનિકાલ પામેલા માનવીની જેમ પિતાના પ્રદેશથી નિર્વાસિત કરે છે.