________________
૨૫૮.
ઉપમિતિ કથા સરિદ્વાર
જેવી આપની ઇચ્છા, એમ પ્રકર્ષે કહ્યું એટલે બન્ને જણા પોતાના હદયની પવિત્રતા અને વિશદતા સાથે એ
ચિત્તસમાધાન” મંડપમાં પહોંચી ગયા. યોગ્ય જગ્યા શોધી બને જણ ત્યાં આરામથી બેઠા.
આ મંડપના મધ્યભાગે એક બેઠક બનાવવામાં આવેલી હતી. એના મધ્યભાગે ઉંચું અને મને હર સિંહાસન ગઠવેલું હતું. એ સિંહાસન ઉપર બિરાજી રહેલા ચાર મુખારવિંદવાળા મહારાજશ્રીને પ્રકર્ષે જોયા.
જોતાંની સાથે હર્ષને લીધે પ્રકર્ષ ઉછળી પડ્યો અને મામા ભણું બે, અરે મામા ! આવા મહાયશસ્વી, તેજસ્વી, આજાનબાહુ જેના રાજા છે એવા જૈનપુરને ધન્ય છે. આવા પુણ્યમૂર્તિ સ્વામી જેના છે, એ ધન્યવાદને પાત્ર છે.
મામા ! આવું મહાસુંદરતમ નગર આપે વર્ણન કરેલા, દેશે અને દુખેથી ભરેલા ભવચક્રનગરમાં આવેલું છે? વિવેક પર્વત ઉપર છે છતાં એની ગણના ભવચક્રમાં ગણાય ખરી? - વિમર્શ–વત્સ ! વાસ્તવિકતાએ એ ભવચક્રનગરની સીમા બહારનું એ નગર છે. છતાં વિદ્વાન્ પુરૂષે વ્યવહારથી કે ઉપચારથી ભવચક્રનગરના અવાંતરનગરમાં એને ગણે છે. સાવિકમાનસ નગર વિગેરે :
સાત્વિકમાનસ” નગર ચિત્તવૃત્તિ અટવીની મધ્યમાં આવેલ છે, અને એ નગરની મધ્યમાં આ વિવેકપર્વત આવેલ છે. ભવચક્રમાં સાત્વિકમાનસ નગર અને એની મધ્યમાં વિવેકગિરિ છે. એ રીતે ભવચકમાં પણ ગણી શકાય.