________________
ઉપમિતિ કથા સરદ્વાર
આ જાતના ચોમાસાના વર્ષોતાંડવને નીહાળી પ્રકર્ષે મામાને કહ્યુંઃ મામા ! આપણે જલ્દીથી દેશમાં પહોંચી જઈએ અને પિતાજીને મળીએ. કારણ કે ચારે બાજુ ઘણુ જ વર્ષો થઈ છે અને ધૂળ વિગેરે ઉનાળામાં ઉડતી હતી તે બંધ થઈ ગઈ છે. રસ્તાઓ પણ ઉજળા બન્યા હશે. ચાલો, જલદી જઈએ. - વિમર્શતું આ શું બોલે છે ? તને વર્ષો ઋતુનાં માર્ગીય વ્યવહારનું જ્ઞાન નથી લાગતું. ભાઈ ! હાલમાં તે યાતાયાત વ્યવહાર વિશેષરૂપે બંધ હોય છે. ગમનાગમનની શક્યતા આ ઋતુમાં ઓછી હોય છે. કેઈ પ્રયાણાદિ કરે તે એને ઘણું જ મુશ્કેલીઓને સામને કર પડે.
વત્સ ! અત્યારે માર્ગોમાં કાદવ ઘણે હેય, વર્ષ ચાલું રહે તેથી કાદવનું શેષણ પણ ન થાય એટલે પ્રવાસ ઘણે જ દુર્ગમ ગણાય. વર્ષાઋતુમાં કેઈ પણ પ્રવાસીઓ પ્રવાસ ખેડતા નથી.
ભાણ ! આપણે આટલે સમય અહીંયા રહ્યા તે હજુ બે માસ વધુ રહી જઈએ. વળી અહીં રહેવામાં કઈ દષાપત્તિ નથી, માત્ર લાભ ન મળે છે. અહીંના પ્રત્યેક ક્ષણ તારા હિતમાં છે. તેને તે ઘણે જ લાભ છે.
જેવી આપની આજ્ઞા.” એ પ્રમાણે પ્રકષે મામાને જણાવ્યું અને વધુ બે માસની સ્થિરતા જેનપુરમાં કરી. વર્ષા ઋતુ પૂર્ણ થયે મામા-ભાણેજે પ્રયાણ કર્યું અને પિતાના નગરે હર્ષપૂર્વક આવી પહોંચ્યા.