________________
કાર્ય નિવેદન
૨૭૩
કામાંકુરને પુનઃ પલવિત કરી નવજીવન આપવા વાદળની ગર્જના અને મયૂરના કેકારવાની સાથે વર્ષાઋતુએ પોતાના કુમકુમ પગલા પૃથ્વી પર મૂક્યા.
ગર્જના અને અટ્ટહાસ્યદ્વારા ભય પમાડી કાજળ જે કાળે બીહામણે રાક્ષસ પિતાના અણીયાલા અને તીક્ષણ દાંત રૂપ કરવતથી પ્રવાસીઓને મારી ભક્ષણ કરે છે. તેમ ગર્જના અને અટ્ટહાસ્ય દ્વારા ભયંકર બનેલો કાળવણે ઘનઘેર મેઘરાક્ષસ વીજળીરૂપ દાંતે વડે પ્રવાસીઓના પ્રાણને વિદારે છે. અર્થાત વિરહી યુગલેને મર્મભેદી વિરહવ્યથા ઉભી કરે છે.
ધનુર્ધારી પિતાના શત્રુ ઉપર બાણને વર્ષાદ વર્ષાવી મૂકે, તેમ ઘનઘેર મેઘે પણ આકાશમાં રંગરંગીન મેઘધનુષ બનાવી સ્વેચ્છાપૂર્વક જલધારારૂપ બાણોની વર્ષા કરી પૃથ્વીને જલબંબાકાર બનાવી દીધી.
મહાદાનેશ્વર દાતાર સુવર્ણરત્નના મહામૂલા દાન આપીને યાચકના મને રથને પૂર્ણ કરે, તેમ વર્ષાઋતુના વાદળદળેએ પણ અમૃતતુલ્ય જલનું દાન કરીને કુવા, તળાવ, સરોવર અને નદીઓ રૂપ યાચકને પૂર્ણ છલછલ કરી દીધાં.
શંકાશીલ અને અશુદ્ધિભર્યા ગ્રંથે સમજવા ઘણું મુશ્કેલ બની જાય છે, એ ગ્રંથમાં સુગમતાથી પ્રવેશ થઈ શકતું નથી. એ રીતે વર્ષાના કારણે કાદવ અને કંટકથી વ્યાપ્ત બનેલા માર્ગે મુસાફરી માટે મુશ્કેલ બની ગયા. એ માર્ગો ઉપર સહેલાઈથી ગમનાગમન બંધ થઈ ગયું. વ્યાપાર સ્થગિત થયાં.
૧૮