________________
૨૭૨
ઉપમિતિ કથા સારાદ્વાર
આ ઋતુમાં સાગરના પાણીમાં વધુ ભરતી આવવા લાગી અને દિવસનું પ્રમાણુ વધવા લાગ્યું. નદી, નાળા અને જળાશયના જળ ઘટી ગયા, એમ રાત્રીએ પણ નાની થવા લાગી.
ભીષણ ઉષ્ણતાથી માનવીના શરીરમાંથી પ્રસ્વેદની ધારાએ વહેવા લાગી. તેથી આ માનવીનું શરીર ઉધાનમાં આન ંદ ખાતર ઉભા કરેલા કુવારાના સજીવ યંત્રપુરૂષ જેવી શે।ભા આપતું હતું.
માનવીને શેકી નાખે એવા ઉનાળા ચાલુ હતા ત્યાં વિમશે ભાણેજને કહ્યું, ચાલેા આપણે દેશ તરફ પાછા ફરીએ.
પ્રક—મામા ! આપ આ શું કહેા છે ? જવા માટે આ સમય જરા પણુ ચેાગ્ય જણાતા નથી. આવી ગર્મીમાં રસ્તા ઉપર હું પગ મૂકી શકું' તેમ નથી, એટલે હું નહિ ચાલી શકું. આ દારૂણ અવસર આપણે અહીંજ પૂરા કરીએ. એ માસ અહીંયા જ રહી જઇ આ ઉનાળા પૂરા કરી દઇએ.
વર્ષાઋતુ આવશે અને માર્ગો શીતળ થશે એટલે આપણે દેશ તરફ રવાના થઇ જઈશું.
વિમશ—ભાઈ ! જેવી ઇચ્છા.
એમ જણાવ્યું અને ફરીથી વધુ બે માસ માટે જૈનપુરમાં રાકાઇ ગયા.
વર્ષાઋતુ વર્ણન :
ઉષ્ણઋતુની ઉષ્ણતાને કારણે કામીપુરૂષાના મુરઝાઇ ગએલા