________________
૨૫૪
ઉપમિતિ કથા સારદ્વાર અપ્રશસ્ત મેહ, વિષયની વાસના એમને પીડા આપી સતાવી શકતી નથી. શ્રેષ્ઠ ધર્મરાગ સંબંધી મહામે હાદિ પ્રશસ્તભાવ જરૂર હોઈ શકે છે. ચિત્તસમાધાન મંડપ આદિ :
વરાનન પ્રકર્ષ! જ્યાં મહામહિપતિ રાજાધિરાજ બીરાજમાન થાય છે અને એને પરિવાર પણ જ્યાં વિરામ કરે છે એ મંડપની શેભા તને હું શું જણાવું? એની અપૂર્વતાનું કઈ રીતે વર્ણન કરું?
ભાઈ ! અનેકવિધ ત્રાસથી સંતપ્ત હૃદયવાલા પ્રાણીઓનું હૃદય આ ચિત્તસમાધાન મંડપ સિવાય કયાંય શાંતિ મેળવી શકે એ સંભવ નથી. આ મંડપની છાયામાં આવતાં જ હદયના તાપ શમી જાય છે. સમતાની સમતુલા વૃત્તિને વિકાસ થવા લાગે છે અને આનંદની ઝાંખી જણાય છે. શાંતિના ચાહકેએ આ મંડપમાં આવી શાંતિ મેળવવી જોઈએ.
પ્રક! આ વેદિકા તરફ ધ્યાન દે. આનું નામ “નિષ્પ હતા” છે. સંપત્તિ માનવીનું ક્ષણવારમાં દારિદ્ર દૂર કરી નાખે તેમ નિસ્પૃહતા ભેગલાલસાને અને આસક્તિને ક્ષણભરમાં છિન્નભિન્ન કરી નાખે છે.
આ વરેદિકાની જેના મને મંદિરમાં સુસ્થાપના થઈ ગઈ હેય તેને ઈંદ્રો, દેવ, રાજાએ કેઈ આકષી શકતા નથી. દેવેન્દ્રો નરેન્દ્રોની એને મન કાંઈ વધુ કિંમત હોતી નથી. કેઈની ઝંખના હોતી નથી.
વત્સ! તું સિંહાસનને જે, “જીવવીર્ય” નામથી એનું