________________
૨૬૦
ઉપમિતિ કથા સારોદ્ધાર ૧ ક્ષમા-કેપની શાંતિને કરે છે. ૨ માદવ-સાધુઓમાં નમ્રતાને ગુણ આપે છે. ૩ આજ–સાધુને સરલતાને ગુણ શીખવે છે. ૪ મુક્તતા-આશા અને તૃષ્ણાને છેદ ઉડાડે છે. ૫ તપ-વિવિધ પ્રકારના તપની શિક્ષા આપે છે. ૬ સંયમ-ઈદ્રિના દાસત્વથી મુક્ત કરાવે છે. ૭ સત્ય-હિત-મીત અને પ્રિય બોલતા શીખવે છે. ૮ શૌચ-અંતર પવિત્રતાનું જ્ઞાન આપે છે. ૯ આકિંચનતા-પરિગ્રહના ગ્રહથી દૂર રાખે છે. ૧૦ બ્રહ્મચર્ય–આત્મરમણતાને ઉમદા પાઠ શીખવે છે. યુવરાજ પત્ની:
યુવરાજ શ્રી યતિધર્મના અર્ધાસનને શોભાવનારી નારીનું નામ “સદભાવસારતા” અને એ શ્રી યતિધર્મ યુવરાજની પ્રિયતમા છે. ચંદ્ર અને ચાંદનીને પરસ્પર પ્રેમ છે, એથી વિશેષ યતિધર્મ અને સદ્ભાવસારતાને પ્રેમ છે.
ભદ્ર! આ દંપતીના પ્રેમને જેટ જગતમાં ગે જડે. તેમ નથી. અપૂર્વ અને શાશ્વત પ્રેમ એમના વચ્ચે છે. ગૃહિધર્મ:
રાજસિંહાસન પાસે નાના કુંવર જે દેખાય છે તેને “ગૃહિધર્મ” કહેવાય છે અને એ યુવરાજશ્રી ચારિત્રધર્મને નાને ભાઈ છે. એ બાર પુરૂષાથી પરિવરેલો છે. જેનપુરમાં ઘણે આનંદ આપે છે. એ બારના નામ અને કાર્યો તે સાંભળ,