________________
જેનનગરનું અવલોકન
છે, છતાં એ કાળે નાગ કહેવાય છે, એમ સંતેષ રાજા નથી છતાં રાજા ગણાય છે.
પ્રકર્ષ ! ચિત્તવૃત્તિ અટવીમાં સંતોષ અને મહામે હાદિ રાજાઓનું યુદ્ધ અનેકવાર થઈ ગયું છે. છતાં જય-પરાજયને નિર્ણય થયો નથી. કેટલીવાર સંતેષ એ ત્રાસ વર્તાવે છે કે મહામહની સેનાહરળ ભાંગીને કકડા થઈ જાય છે, તે કેટલીવાર મહામહ સંતેષના સૈનીકોમાં ભયંકર ગાબડું પાડી નાખે છે.
એક બીજાને જિતવાની ઈચ્છાથી આ બંને પક્ષેનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. કેને જય અને કેને પરાજય થશે, એ એ નિશ્ચયાત્મક કહી શકાતું નથી.
ભદ્ર! મેં તને તંત્રપાલ શ્રી સંતેષના દર્શન કરાવ્યા. તને જે માટે ઘણું મન થતું હતું તે વ્યક્તિને બરાબર યાને ? તારું આશ્ચર્ય શમ્યું ને ?
સંતેષને અડીને પંકજનયના બાળા દેખાય છે. એ સંતેષના પ્રિય પત્ની છે. “નિપિપાસિતા” એનું નામ છે.
જગતમાં સ્પર્શાદિ જે સારા અને નઠારાં છે એમાં નિષિપાસિતા સામ્ય રાખતા શીખવે છે. જય-પરાજય, લાભ, અલાભ, સુખ-દુઃખમાં મને વૃત્તિઓમાં થતાં ખળભળાટને શમાવી દેવાનું કાર્ય બજાવે છે. નિષ્કિપાસિતા સમર્થ નારી છે.
વત્સ ! આ રીતે મેં તને ચારિત્રધર્મરાજ અને એના અંતરંગ પરિવારના તથા બાહ્ય પરિવારના સભ્યોને પરિચય કરાવ્યું છે.