________________
જૈનનગરનું અવલાકન
૨૬૩
બુદ્ધિ, સુગુરૂ ઉપર ગુરૂત્વબુદ્ધિ અને સુધર્મ ઉપર ધર્મ બુદ્ધિ સ્થિર કરાવે છે અને એ રીતે પ્રાણીઓની સુસેવા બજાવી મહામત્રીના પદને સાર્થક કરે છે,
મહામેાહ મહિપતિના સપૂ સપૂર્ણ રાજ્ય તંત્રને એમના મહામાત્ય મિથ્યાદર્શન ચલાવે છે, એમ ચારિત્રધમ રાજના રાજ્યના મહાત ́ત્રને સુચારુ રૂપે મહામાત્ય શ્રી સમ્યગ્દર્શન ચલાવે છે.
યતિધર્મ કુમાર અને ગૃહિધર્મકુમારની સુરક્ષા મહામંત્રી ઘણી સુંદર કરે છે એટલે મહારાજાએ એવા નિયમ બનાવ્યે કે બન્ને કુમારેએ મહામંત્રીની સાથેજ રહેવું, મહામંત્રી વિના ક્યાંય એક ડગલું ભરવું નહિ.
પ્રક ! તું જ્યાં આ બે કુમારામાંથી એકને પણ જોઈશ ત્યાં મહામંત્રી સમ્યગ્દર્શન વિદ્યમાન હશે. એમની અનુપસ્થિતિમાં કુમારેશ રહી શકતા જ નથી.
'
""
મહામત્રીની પાસે બેઠેલાં સરાજનયના, ગૌરાંગી અગના છે, એ મહામત્રીના અર્ધાંગના છે. એમનું નામ સુષ્ટિ છે. આ ગૌરાંગ “ સુદૃષ્ટિ” જે પ્રાણીના હૃદય સિંહાસન ઉપર પેાતાનું સ્થાન મેળવી લે છે, અને જૈનપુર વિના બીજે ક્યાંય ગમતું નથી. ભવચક ભયાનક દેખાવ દેતું લાગે છે. મુક્તિ તરફ મન ઢળી ગયું હાય છે.
મહામાત્ય એ સૈન્યના વડાસેનાધિપતિનું પણ પદ સ'ભાળે છે. રાજ્યની સુરક્ષાના દોર પણ એમના હસ્તક છે.