________________
જૈનનગરનું અવલોકન
૨૫૯
૨. બીજા મિત્રનું નામ “છેદેપસ્થાપન” છે. તે પાપને વધુ પડતે છેદ કરવાનું કાર્ય કરે છે.
૩. ત્રીજા મિત્રનું નામ “પરિહાર વિશુદ્ધિ” છે. એ મિત્ર આસ્થાનમાં આગળ વધેલા સાધુઓને વિશિષ્ટ કેટીના અઢાર માસના તપવિધાનને બતાવે છે.
૪. ચેાથે મિત્ર “સૂમસં૫રાય” નામને છે. એ મળતાં પહેલા આત્માના સ્થૂલ કષાયભાવે નષ્ટ થઈ ગયા હોય છે.
૫. પાંચમ મિત્ર યથાખ્યાત” કહેવાય છે. તે ઘણે જ નિર્મળ અને ઓજસ્વી છે. સર્વ પાપને સર્વનાશ એ કરે છે.' યુવરાજ શ્રી યતિધર્મ:
ભાણું મહારાજા શ્રી ચારિત્રધર્મની નજીકમાં બેઠેલા દેખાય છે, તે યુવરાજ શ્રી “થતિધર્મ” છે. એના મુખ ઉપર - રાજતેજ દેખાઈ રહ્યું છે, રાજ્યગાદીને એ વારસદાર છે. પરમ આનંદને આપવામાં એ સમર્થ છે. બહારના વિભાગમાં તે મુનિ મહાત્માઓને જોયેલા છે, એ મુનિ મહાત્માઓને આ યુવરાજ અતિપ્રિય થઈ ગયો છે. તેઓ યુવરાજની સેવા કરવામાં આનંદ માનતા હોય છે.
યુવરાજ યતિધર્મની સમીપમાં એના પિતાના જ અંગભૂત દસ વ્યક્તિ બેઠેલા છે, તેઓના નામ અને કાર્ય તને ટૂંકમાં જણાવું છું.
૧ સામાયિક છેદો પસ્થાપન વિગેરે પાંચના સ્વરૂપ માટે તત્ત્વાર્થ સૂત્ર જુવો અથવા ગુરૂગમથી જાણે.