________________
૫૮
ઉપમિતિ કથા સારદ્વાર
૪. ભાવમુખ : આ ચેથું મુખ ઘણું શ્રેષ્ઠ છે. એના દ્વારા બાર ભાવનાઓને પ્રસાર થયા કરે છે અને અનિત્ય, અશરણ વિગેરે ભાવનાઓ તેમજ મથ્યાદિ ભાવના દ્વારા પ્રાણુઓ પિતાના હૃદયને શુદ્ધ બનાવે છે. સંપૂર્ણ શુદ્ધ થયેલા તેઓ નિત્તિનગરીમાં જાય છે. ભવચકના નાશ માટે ભાવમુખ ચકરત્ન જેવું વિશિષ્ટ શક્તિપુંજ સમુ છે.
મહારાજાશ્રી ચારિત્રધર્મ આ ચાર મુખ્ય દ્વારા જૈનપુરમાં રહેનારા નાગરીકોને કર્તવ્યાકર્તવ્યનું ભાન કરાવે છે અને કર્તવ્યના પાલનમાં ઉત્સાહ અને અકર્તવ્ય કરતા નિવારવાને ઉપાય જણાવે છે. આ રીતે ચારિત્રધર્મરાજ સૌને આનંદને દેનારા છે, સુખને આપનારા છે. મહારાણી વિરતિ :
ભાઈ પ્રક! રાજયસિંહાસનના અધ ભાગમાં બિરાજી રહેલા સ્ફટિક જેવા શુદ્ધ કાંતિવાળા અને નિર્મળ અંતઃકરણવાળા જે નારી દેખાય છે તે શ્રી વિરતિદેવી છે, એ મહારાજા શ્રી ચારિત્રધર્મરાજને અતિપ્રિય છે. મૃગનયના એ મહારાણમાં પણ શ્રી મહારાજા જેવા જ ઉત્તમ ગુણ રહેલા છે. ગુણયલતા અને નિર્મળતાને કારણે પતિવલ્લભા એ બની છે. પાંચ મિત્રો:
વહાલા પ્રકર્ષ ! રાજાશ્રીની નિકટમાં બેઠેલા પિલા પાંચ માનવી દેખાય છે, તે એમના પ્રિય મિત્ર છે.
૧. પહેલા મિત્રનું નામ “સામાયિક” છે. તે જૈનપુરના માનવીઓને નિરંતર પાપથી અટકાવ્યા કરતે હેય છે.