________________
૫૬
ઉપમિતિ કથા સદ્ધાર
મટેળ થઈ જાય છે એમ આત્માના કેટલાક કર્મો ખરી પડે છે પણ હજુ સમ્યકજ્ઞાન હેતું નથી. છતાં કર્મો હળવા થવાથી માનસ સાત્ત્વિક ગુણોવાળું બની જાય છે.
સાત્ત્વિકમાનસપુરના સાત્ત્વિક નાગરીકે સારિક માનસથી કલ્યાણ અને સુખ અનેક રીતે પામે છે. વળી સાત્વિક બુદ્ધિ થવાથી આત્મા અને શરીર ભિન્ન છે, એમ સમજી શકે છે. પુત્ર, પત્ની, વૈભવ સંપત્તિ એ બધું પારદ્રવ્ય છે. આત્મા એ બધાથી જુદે છે. આવી બુદ્ધિને જ “વિવેક” કહેવાય છે.
વિવેકને મને મંદિરમાં વાસ થવાથી દોષે ઓછા થવા લાગે છે. આત્મામાં નિર્મળ ભાવે વધતા જાય છે. કષાયે પાતળા બનતા જાય છે. પરિણામે આત્મામાં અપ્રમત્તતા આવે છે, એ અપ્રમત્તતાને શિખર ગયું હોય એમ લાગે છે.
અપ્રમત્તતા દ્વારા જેનપુરમાં જવાય છે એટલે એ જેનશાસનને પામે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ રૂપ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ એ જૈનો ગણાવ્યા છે.
એ જૈનપુરમાં ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા અને જીવવીર્ય સિંહાસન એ ત્રણે નામ જેવા ગુણવાળા છે. એ યથાર્થ નામક વસ્તુઓ છે. આ જાતને વિચાર પ્રકર્ષ મને મન કરે છે અને પ્રસન્ન થાય છે.
મામા! મને પરિવાર સાથે મહારાજાનું વર્ણન સંભળાવે, ચારિત્ર ધર્મરાજ :
વત્સ પ્રકર્ષ! આ સામે સિંહાસન ઉપર બિરાજમાન શ્રી ચારિત્રધર્મરાજ છે. વિશ્વમાં સૌને સુખ આપનાર છે. એના