________________
જેનનગરનું અવલોકન
૫૩
આ વિવેકગિરિ સર્વ રીતે સુખનું કારણ છે. અહીં મહામેહાદિ આવી શકતા નથી, તેથી દુઃખ પણ ફરકી શકતું નથી. જે કદાચ મહામે હાદિ આવી ચડે તે એવી એમની દુર્દશા કરવામાં આવે છે કે એ બીજી વાર અહીં આવવાનું નામ પણ લેતા નથી. બે ભૂલી જાય છે. - આ રીતે જેનપુર એ કલ્પવૃક્ષ કરતાં શ્રેષ્ઠ, ચિંતામણિરત્ન કરતા અધિક, કામકુંભ કરતાં કિંમતી છે. મંદભાગી આત્મા એને અપ્રાપ્ય છે. પુણ્યના ભંડારે ભરાય ત્યારે આ નગર મેળવી શકાય છે.
કેટલાક લોકે સાત્વિકમાનસ નગર મેળવી લે છે, છતાં પ્રમાદ, વિષય, વિકથામાં પડી આ ગિરિવર વિવેક ઉપર આરહણ કરતાં નથી.
કેટલાક આત્માઓ ઘણે પરિશ્રમ કરી વિવેક પર્વત ઉપર ચડવાની શરૂઆત કરે છે પણ એના શિખર ઉપર પહોંચતા નથી. પુણ્યના જેરે શિખર ઉપર પહોંચી જાય છતાં એ જેતપુરમાં પ્રવેશી શકતા નથી.
ભાઈ પ્રકર્ષ ! વતેમાં બ્રહ્મચર્યનું પાલન અતિદુષ્કર છે એમ આ જૈનપુરની પ્રાપ્તિ અતિદુષ્કર છે. એ કાંઈ સરલતાથી મળી જાય એમ નથી. અથાગ અને અવિરત પુરૂષાર્થ હોય તે જ પ્રાપ્ત થાય. - નિર્મળ હૃદયી જે સાધુ મહાત્માઓ આ નગરમાં વસે છે, એમને કઈ જાતની મને વ્યથા હોતી નથી, એમનું હદય શાંત, સ્વસ્થ અને પવિત્ર હોય છે. અપવિત્ર વિચારે,