________________
રપર
ઉપમિતિ કથા સારદ્વાર આત્માએ દેખરેખ રાખતા હોય છે. શુભાશય વિગેરે આ જૈનપુર વિગેરેના શ્રેષ્ઠ રાજાએ ગણાય છે.
જૈનપુર સાવિકમાનસનગર, નિર્મળચિત્ત વિગેરે અહીં આવેલા નગરે જ વિશ્વમાં સારામાં સારા ગણાય છે. એ સિવાયના નગરે અસાર અને દુખદાયી છે.
વળી આ નગરમાં જે લોકે રહેતા હોય છે, એમનામાં ધીરતા, વીરતા, ગંભીરતા, ઉદારતા, સદાચાર, સદ્વિચાર, ઈચ્છાનિરોધ, વિગેરે ગુણે અવશ્ય ઝળહળતા હોય છે. - નિર્મળચિત્તનગર વિગેરેના લેકે આ વિવેકપર્વત ઉપર આરોહણ કરી, જેનપુરમાં આવી સર્વ કલ્યાણમાળાને પામતા હેય છે. અકલ્યાણ એમની સામે તાકી શકતું નથી.
જે લોકે વિવેકગિરિ ઉપર આવ્યા નથી અને જૈનપુરને જોયું નથી ત્યાં સુધી જ એમની ભવચક્રમાં સુખની બુદ્ધિ રહે. પણ જૈનપુર જોયા પછી ભવચક તરફ નફરત જાગી જાય છે.
મહાપ્રભાવશાલી આ મહાન વિવેકગિરિ ઉપર આરોહણ કર્યા પછી ભવચકનગર હથેળીમાં રહેલી વસ્તુની જેમ સ્પષ્ટ દેખાય. ત્યાંના કલેશે અને કલેશે ભેગવતા મનુષ્ય સ્પષ્ટ જાણી શકાય.
ભવચક્રના વૈરાગ્ય જગાડનારા વિવિધ દષ્ટાન્ત, દુઃખની અધિકતાઓ, પ્રાણીઓની યાતનાઓ, રોગ, શોક, ઉપાધિ આ બધુ નિહાળી જૈનપુરના લેકે વૈરાગી બની જાય છે અને એથી જ એ સુખી બને છે.