________________
જૈનનગર અવલોકન
૨૪૮
નિર્મળ હૃદયવાળા આ મહાત્માઓ ગમે તેટલો લાંબો કાળ અહીં ગાળે છતાં મહામહાદિ એમનું કાંઈ બગાડી શકતા નથી. જળ અને કાદવ દ્વારા ઉત્પન્ન થયા છતાં કમળો બનેથી અલિપ્ત હોય છે, તેમ મહાત્માઓ ભેગજલ અને પાપપકથી પર હોય છે.
ભાઈ ! આ કલ્યાણકર મહાત્માઓના દર્શન દ્વારા તું તારા નયનની સફળતા કર. આ સાધુભગવંતે પાપરહિત છે અને આત્મહિતની સાધના કરતા પરહિત પણ ઘણું કરતા હોય છે.
મામા ! આપે મને પતિતપાવન પુણ્યમૂર્તિ સમા સાધુ ભગવંતના સુદર્શનથી ધન્ય બનાવ્યું છે. આ રીતે આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. મારું જીવન ધન્ય બન્યું. મારું હૃદય પવિત્ર બન્યું. મહારાજા શ્રી સંતેષ :
મામા ! આપ પહેલાં જે મહાગુણ પુરૂષને ભારેભાર વખાણ કરતા હતા, એ સંતેષ મહારાજાના હજુ સુધી દર્શન કેમ ન થયા? એ કયાં બિરાજતા હશે?
વિમશ—સૌમ્ય ! સામે નજર કર જોઈએ. ત્યાં વિશાળ મંડપ દેખાય છે ને ? એ મંડપનું નામ “ચિત્તસમાધાન” છે. એમાં ઉજવળતા ઘણુ પ્રમાણમાં છે. વાતાવરણમાં સૌમ્યતા અને આનંદ છે. શ્રી સંતેષ મહારાજા જરૂર ત્યાં હશે. આપણે એ વિશાળ “ચિત્તસમાધાન ” મંડપમાં જઈએ જેથી તારી મનોકામના પૂર્ણ થાય.