________________
અવાંતર નગરે
૨૪૭
નથી. એટલા ખાતર એ લોકોને નિવૃતિનગરીમાં પહોંચવાનું શકય બનતું નથી.
મેં તને સંક્ષેપમાં તૈયાયિક વિગેરે મિથ્યાદર્શનને આધીન બતાવ્યા. વાસ્તવિકતાએ એની સંખ્યા ગણનાતીત છે. દર્શનેમાં અવાંતર દે, પ્રભેદ, શાખાઓ, પ્રશાખાઓ, વિધિઓ અનુયાયીઓ વિગેરે ઘણાં ફાંટાઓ છે. એક બીજામાં અસમાનતા પણ ઘણી છે.
પ્રકર્ષ-મામા ! આપની કૃપાથી મેં ભવચક્રનગર જોયું. આંતર રાજાઓ અને એમની શક્તિ, સત્તા અને વૈભવને પણ ખ્યાલ આવ્યા. પરંતુ આપણે જે કાર્યને અનુલક્ષી નિકળેલા એ કાર્ય વિસારે પડ્યું. આપણું ધ્યાન આ જાણવા અને સમજવામાં રોકાઈ ગયું.
ખેર ! પણ મામા ! આ તરફ આપણે મહામોહાદિને સર્વથા નાશ કરનારા મહાત્માઓના અને “સંતોષ” રાજાના દશને નિકળેલા. અહીં આવ્યા છતાં જોયાં નથી. તે મામા ! આપ કૃપા કરી એમના દર્શન કરાવે.
liાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાામiniiiiiiiiiii