________________
પ્રકરણ અગ્યારમું
જૈનનગર અવલેકના
પ્રકર્ષે મામાની આગળ મહામે હાદિને પરાભવ કરનારા મહાત્માઓના અને સંતેષમહારાજાના દર્શનની માગણી કરી, એટલે મામાએ જણાવ્યું, ભાઈ ! આપણે જે પર્વત ઉપર ઉભા છીએ એના જ ઉપર આગળ વધીએ એટલે શિખરે પહોંચશે. જ્યાંથી તને જૈનપુર અને મહાત્માઓના દર્શન થશે. સંતેષ મહારાજાના પણ ત્યાં જ દર્શન થશે.
ભાણ ! ચાલો આપણે ત્યાં જઈએ. તને સાક્ષાત એ સૌના દર્શન થાય અને તારી જિજ્ઞાસાની તૃપ્તિ થાય.
સારૂ મામા ! ચાલો.
બને જણે ચાલતાં ચાલતાં એ નગરે પહોંચી ગયા અને મૂળગુણે અને ઉત્તરગુણેના સ્થાનભૂત સાધુપુરૂષને જોયા.
મામાએ કહ્યું, ભાણ ! જે મહાત્માઓએ મહામહાદિ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તે બધા આ રહ્યા. તું એમના દર્શન કર અને પવિત્ર થા.
આ મહાત્માપુરૂષની ચિત્તવૃત્તિ અટવી અતિ નિર્મળ છે. અપ્રમત્તતા એ અટવીની નિર્મળતાનું કારણ છે અને તેથી જ આ અટવી આકર્ષક અને આદરણીય થઈ પડી છે.