SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અગ્યારમું જૈનનગર અવલેકના પ્રકર્ષે મામાની આગળ મહામે હાદિને પરાભવ કરનારા મહાત્માઓના અને સંતેષમહારાજાના દર્શનની માગણી કરી, એટલે મામાએ જણાવ્યું, ભાઈ ! આપણે જે પર્વત ઉપર ઉભા છીએ એના જ ઉપર આગળ વધીએ એટલે શિખરે પહોંચશે. જ્યાંથી તને જૈનપુર અને મહાત્માઓના દર્શન થશે. સંતેષ મહારાજાના પણ ત્યાં જ દર્શન થશે. ભાણ ! ચાલો આપણે ત્યાં જઈએ. તને સાક્ષાત એ સૌના દર્શન થાય અને તારી જિજ્ઞાસાની તૃપ્તિ થાય. સારૂ મામા ! ચાલો. બને જણે ચાલતાં ચાલતાં એ નગરે પહોંચી ગયા અને મૂળગુણે અને ઉત્તરગુણેના સ્થાનભૂત સાધુપુરૂષને જોયા. મામાએ કહ્યું, ભાણ ! જે મહાત્માઓએ મહામહાદિ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તે બધા આ રહ્યા. તું એમના દર્શન કર અને પવિત્ર થા. આ મહાત્માપુરૂષની ચિત્તવૃત્તિ અટવી અતિ નિર્મળ છે. અપ્રમત્તતા એ અટવીની નિર્મળતાનું કારણ છે અને તેથી જ આ અટવી આકર્ષક અને આદરણીય થઈ પડી છે.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy