________________
અવાંતર નગરે
૨૪૫
એ છ નગરમાં પ્રથમ નગરને “નૈયાયિક” નગર કહેવાય છે. એમાં રહેનારા નાગરિકેને “નૈયાયિક કહેવામાં આવે છે.
બીજા નગરનું નામ “વિષેશિક” છે. એમાં વસનારાઓને “વૈશેષિકે ” કહેવામાં આવે છે. - ત્રીજા નગરનું નામ “સાંખ્ય” છે અને ત્યાં વસનારાઓ પણ “સાંખ્ય” ગણાય છે.
ચોથા નગરનું નામ “બૌદ્ધપુર” છે અને અહીંના વાસીઓ “બૌદ્ધ ગણાય છે.
પાંચમા નગરનું નામ “મીમાંસક” છે અને તેની અંદર વસનારા “મિમાંસકે” તરીકે પ્રસિદ્ધ છે.
છા નગરને “કાયતનામ આપેલું છે અને ત્યાંના લેકેને “બાર્હસ્પત્યા” અર્થાત્ “ નાસ્તિક” કહેવાય છે.
આ છ નગરની અંદર વસનારા પ્રાણુઓ મિથ્યાદર્શનમંત્રીની આજ્ઞાને ઘણી રીતે માન આપતાં હોય છે. મિથ્યાદર્શનને પ્રભુ તરિકે લેખે છે. એની કદંપોષી કરે છે.
પ્રકર્ષ–મામા ! વિશ્વમાં જે વદર્શન તરિકે પ્રસિદ્ધ બન્યા છે તેનું આપ સ્વરૂપ બતાવે છે કે એ સિવાય બીજું કાંઈ ઉપયોગી જણાવી રહ્યા છે?
વિમર્શ–ભાઈ ! જરા ધીરે થા. તને બધું ધીરે ધીરે સ્પષ્ટ સમજાવું છું.
નયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ અને લેકાયત એ પાંચ દર્શન છે, પણ મીમાંસક દર્શનની ગણનામાં નથી, એ નગર નવું સ્થપાયું છે.